News of Friday, 8th August 2025
વિશ્રાંતી સોસાયટીમાં મકાનમાં, શિવધામ સોસાયટી, રૈયાધાર, લોધેશ્વર સોસાયટીમાં જાહેરમાં તીનપતી રમતા ૨૮ ઝડપાયા
ભકિતનગર, આજીડેમ, ડીસીપી એન-૨ની એલસીબી અને આજીડેમ પોલીસનો દરોડોઃ રૂા. ૯૨ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા.૮: શહેરના કોઠારીયા મેઇન રોડ વિશ્રાંતી સોસાયટીમાં મકાનમાં, રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી પાસે રૈયાધાર મફતીયાપરા અને લોધેશ્વર સોસાટીમાં પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૨૮ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર વિશ્રાંતી સોસયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ.એમ.એન.સ્ટાફે વિશ્રાંતી સોસાયટી શેરીનં-૧માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતતા મકાન માલીક ઠાકરશી શામજીભાઇ વઘાસીયા, તથા શેરીનં ૧માં રહેતા મનીષ બાબુભાાઇ સિંધવ, કોઠારીયા સોલવન્ટ સનપાર્ક સોસાયટી શેરીનં ૧ના ચેતન ધીરૂભાઇ વિકાણી, કોઠારીયા સોલવન્ટના ડેની એવનભાઇ નાડાર, કોઠારિયા, સોલવન્ટ મચ્છોનગર શેરીનં ૩ના દીલીપ સવાભાઇ લાંબરીયા, ખોડીયારપરા શેરીનં: ૨ના પ્રકાશ ભુપતભાઇ ચારોલા અને જંગલેશ્વર આર.એમ.સી.કવાર્ટર બ્લોકનં ૧૪ના મુનાફ યાસીનભાઇ કાજીને પકડી લઇ રૂા. ૩૧૪૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
શીવધામ સોસાયટી
પાસેથી દસ પકડાયા
રણુજા મંદીરની પાછળ શિવધામ સોસાયટીની બાજુમાં ૫૦ વારીયા પ્લોટમાં આજીડેમ પોલીસ મથકના હેહ.કોન્સની.પી.એ.ચીરોડીયા તથા હેઙકોન્સ દેવાંશભાઇ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી ૫૦ વાળી પ્લોટમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા લોધિકાના ઘોલરા ગામના નાગાજણ ધનરાજભાઈ માલવિયા ૫૦ વારીયા પ્લોટ માં રહેતો સુમિત મુન્નાભાઈ કવાડિયા, કાંગસિયાળીના નવઘણ પુંજાભાઈ મારીકા ગોંડલના શેમળા ગામના હીરજડા લખધીરભાઈ કાથલાણી, અમરનાથ પાર્ક શેરી નંબર બેના પ્રકાશ ભીખુભાઈ ઓડેદરા, રણુજાધામ સોસાયટી શેરી નંબર ત્રણના સબપીર ઈકબાલભાઈ લોદી , ૫૦ વારીયા પ્લોટમાં રહેતા પ્રીતિબેન હિતેશભાઈ જળુ, કોઠારીયા શીવાભવાની ચોકની બાજુમાં માયસ્ટ્રોને એપાર્ટમેન્ટના પારૂલબા તખતસિહ ચુડાસમા, દક્ષાબેન રમેશભાઈ સબાડ અને જયાબેન પુંજાભાઈ ડોડીયાને પકડી લઈ રૂપિયા ૧૪૧૬૦ ની મતા રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી
રૈયાધારમાંથી સાત ઝડપાયા
રૈયાધારમાં કેટલાક શખ્શો જુગાર રમતા હોવાની બાતમી બાદમે મળતા બેની એલસીબીના હેમેન્દ્રભાઈ વાઘીયા તથા શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે રૈયાધાર મફતિયાપરામાં દરોડા પાડી તીન પત્તીનો જુગાર રમતા રૈયાધાર મફતિયા પરાના રોહિત દિપકભાઈ સોલંકી, અજય રાજુભાઈ વઢવાણિયા, લાભદીપ સોસાયટી શેરી નંબર ત્રણના વિશાલ વેલજીભાઈ કંસારા, રૈયાધાર મફતિયાપરાના બંટી પ્રતાપભાઈ સોલંકી ઇન્દિરા નગર શેરી નંબર સાતના કુમાર રણજીતભાઈ વઢવાણિયા, અને ઇન્દિરા નગર શેરી નંબર ૮ નો અલ્તાફ દાદાભાઈ આરબને પકડી લઈ રૂપિયા ૨૫,૯૫૦ ની મતા કબ્જે કરી હતી
લોધેશ્વર સોસાયટીમાંથી ચાર શખ્સો પકડાયા
લોધેશ્વર સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા નગર પોલીસના એ એસ આઈ કે બી શેખલીયા તથા કોન્સ ભાવેશભાઈ ગઢવી સહિતે શેરી નંબર ૪/૭માં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા જશરાજનગર શેરી નંબર છ ના જગદીશભાઈ મકવાણા સોસાયટી શેરી નંબર ૪ ના જાતિન દિપકભાઈ જરીયા પ્રદીપ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ સેંગડા તથા શેરી નંબર ૮ માં રહેતા વિજયાબેન ગુમાનસિંગભાઈ જરીયાને પકડી લઈ રૂપિયા ૧૧,૦૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(2:35 PM IST)










