News of Friday, 8th August 2025
અંગ્નિકાંડના કેસમાં આરોપી ધવલ ઠકકરની જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા ૮: અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા ૧૫ આરોપીઓ પૈકી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ જેલ હવાલે છે અને જેમાંના અનેક આરોપીઓની હાઇકોર્ટમાંથી પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કરે જેલ મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજીની આગામી ૬ ઓગસ્ટના રોજ મુકકર રાખવામાં આવી હતી. જેમાં મુદત પડતા આજે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરની જામીન અરજી પર બપોર બાદ કોર્ટ રદ કરી હતી.
સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાની, એડી. પી.પી. નિતેશ કથીરિયા તેમજ પીડિતો વતી સુરેશ ફળદુ અને એન.આર.જાડેજા રોકાયા હતા
(3:28 PM IST)










