તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 11th August 2025
ગ્રેટર રાજકોટ ચેમ્બર અને આઇ.સી.એ.આઇ. રાજકોટ બ્રાંચના સંયુકત ઉપક્રમે યોજાયો એમએસએમઇ અને એક્ષ્પોર્ટ સેમીનાર : ઉદ્યોગઋષીઓને ગ્રેટર આઇકોન એવોર્ડ અર્પણ

રાજકોટ : અત્રેથી રાજકોટ શહેરની એકમાત્ર રજીસ્ટર્ડ વેપારીઓની સંસ્થા તરીકે પ્રસ્થાપિત થયેલ ‘‘ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ'' અને રાજકોટ બ્રાંચ ઓફ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે ‘‘એમ.એસ.એમ.ઇ. અને એક્ષ્પોર્ટ સેમીનાર તથા ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડ''નું આયોજન કરાયુ હતું. મુખ્ય મહેમાનપદે ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજયની એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટેની વિવિધ પ્રોત્સાહન યોજના જેવી કે ઇન્ટરેસ્ટ સબસીડી, ઇલેકટ્રીક ડયુટીમાંથી રાહત, ફોરેન ટ્રાવેલીંગ વિગેરે યોજનાઓ અંગેની વિસ્તળત માહિતી એમ. કે. લાડાણી, જનરલ મેનેજર ડી.આઇ.સી. રાજકોટએ આપીને સૌને તેનાથી લાભાન્વીત કર્યા હતા. રોહીત સોની, જોઇન્ટ ડી.જી.એફ.ટી. રાજકોટ દ્વારા તાજેતરમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે થયેલ ટ્રેડ એગ્રીમેન્ટ બાબતે સૌને માહિતગાર કરવામાં આવેલ. ભારત સરકારની એક્ષ્પોર્ટને પ્રોત્સાહન આપવાની યોજનાઓ જેવી કે, એડવાન્સ લાયસન્સ, ડી.એફ.આઇ.સી., રોડટેપ, ઇમ્પોર્ટ માટેની સ્કીમ જેવા મહત્વના વિષય ઉપર માર્ગદર્શન આપેલ હતું. સીડબીના ડી.જી.એમ. શ્રી કે.એસ.એસ. શ્રીધર તથા એ.જી.એમ. ચંદ્રકાંત પટેલ દ્વારા એમ.એસ.એમ.ઇ. ધિરાણમાં કેટલીક યોજનાઓ અંગે વિસ્તળત માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પોતાના વ્યક્તવમાં જણાવેલ કે ગ્રેટર ચેમ્બર દ્વારા ગોઠવવામાં આવતા સેમિનારો ખૂબ જ માહિતીપ્રદ અને આગવી શૈલીમાં આયોજીત હોય છે. તેઓએ એવોર્ડ વિનર ઉદ્યોગ ઋષિઓ સાથેના પોતાના સ્મરણો વાગોળીયા હતા. ચંદુભાઈ વિરાણી બાલાજી વેફર્સએ પોતાની વિકાસયાત્રા વર્ણવી હતી અને ઉદ્યોગપતિઓને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડયું હતું. કિરીટભાઈ આદ્રોજા એંજલ પંપ જે ગ્રેટર ચેમ્બર સાથે પણ સંકળાયેલા છે તેમણે ગ્રેટર ચેમ્બરના વિવિધતાસભર કાર્યક્રમોની પ્રશંસા કરી આવા કાર્યક્રમોને વધુ યશસ્વી બનાવવા કેટલાક સૂચના કર્યા હતા. આ પ્રસંગે ગ્રેટર ચેમ્બરના પ્રમુખશ્રી રાજીવ દોશીએ ચેમ્બરની પ્રવળત્તિઓ વર્ણવી હતી. ગ્રેટર ચેમ્બરે અત્યાર સુધીમાં ૫૫થી વધુ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગપતિઓનું બહુમાન કરી ગ્રેટર આઇકોન એવોર્ડ આપેલ છે. આ એવોર્ડ આપવાનો હેતુ પણ તેઓએ સમજાવ્યો હતો. કાર્યક્રમના પછીના તબક્કામાં મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષના હસ્તે ઉદ્યોગઋષીઓ શ્રી રાજેશભાઇ એન. કાલરીયા- સન ફોર્જ પ્રા. લી., જયભાઇ ડી. કગથરા - સ્પન વેબ નોનવુવન લી., તથા અશોકભાઇ એમ. ઝીંઝુવાડીયા - રાધીકા જવેલર્સને ‘‘ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડ''થી સન્માનીત કરીને તેમની ગ્રેટર ચેમ્બર પ્રત્યેની ભાવના વ્યકત કરવાનો મોકો આપેલ હતો. જેમાં દરેક ઉદ્યોગઋષીઓ દ્વારા સંસ્થાની આ પ્રકારની ઉમદા કામગીરીને બિરદાવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ ગ્રેટર ચેમ્બરના માનદમંત્રી મયુરભાઇ શાહે કરી હતી. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગીત ગાઇને પૂર્ણાહુતી કરવામાં આવી હતી. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદસહમંત્રી અંકીતભાઇ કાકડીયા તથા રાજકોટ બ્રાંચ ઓફ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના ચેરમેન રાજ મારવાણીયા સી. એ. ની યાદીમાં જણાવાયુ છે.
(2:29 PM IST)










