<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

યશોદા કા નંદલાલા, રાજકોટ મેં કરે ઉજાલા : શુક્રવારે કાન ગોપી કાર્યક્રમ

વે ખુદ ત્રેતા કે રામ હૈ, વે દ્વાપર કે ઘનશ્‍યામ હૈ, પ્રેમ પૂણ્‍ય કે સાથ હી સ્‍વાભિમાન કા જ્ઞાન દિયા, સત્‍ય કી અજયતા કા પ્રમાણ દિયા : મવડી ચોકડીએ ટીકર ગામની મંડળી ગીત, સંગીત, નૃત્‍ય, કૃષ્‍ણ-સુદામા મિલન વગેરે પ્રસંગોની જમાવટ કરશે : હાલરડા-પ્રભાતિયાનું આકર્ષણ : જાહેર નિમંત્રણ : કાન-ગોપી કાર્યક્રમના ઇન્‍ચાર્જ તરીકે ડો. હિરેન વિસાણી, કૌશિક સરધારા, વિપુલ ગજ્જર, કુલદીપ બારોટ, રાજુ જુંજાને જવાબદારી

રાજકોટ, તા. ૧૧ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના ઉપક્રમે આગામી તા. ૧૫ ઓગસ્‍ટ શુક્રવાર ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે સુપ્રસિદ્ધ એવા ટીકર ગામના કલાકારોના વળંદ દ્વારા ખાસ પ્રસ્‍તુતિ એવા  કાન ગોપી રાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. જાણીતા કલાકારો દ્વારા અવનવી વેશભૂષામાં કાન અને ગોપી ના પાત્રોના સ્‍વરૂપમાં અલગ અલગ પ્રસ્‍તુતિ દ્વારા ભગવાન શ્રીકળષ્‍ણના જીવન સંદેશને ફેલાવવાનું કાર્ય કરાશે.

કાચના ચાર ગ્‍લાસ ઉપર પાણી ભરેલા ગોળાનું અદભુત બેલેન્‍સ કરી જે ખાસ રાસ પ્રસ્‍તુત કરવામાં આવે છે તે લોકોને આヘર્ય સાથે મંત્રમુગ્‍ધ કરી દે છે. આ ઉપરાંત આ કલાકારોની ટીમ દ્વારા ગીત સંગીત નળત્‍ય સંવાદ નાટય રૂપાંતર જેવા વિવિધ રંગો ભરી લોકોને સહેલાઈથી મનમાં ઉતરી જાય તેવી સરળ શૈલી દ્વારા ભગવાન શ્રીકળષ્‍ણના કાન સ્‍વરૂપ અને ગોપી બનીને રજૂઆત કરતા કલાકારોના માધ્‍યમથી ભગવાનના અમૂલ્‍ય જીવન પ્રસંગો નો અર્થ સભર પ્રસ્‍તુતિ કરી આ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. શુક્રવારે યોજનાર આ કાનગોપી રાસ મંડળ ના કાર્યક્રમમાં ટીકર ગામના કલાકારો પૈકી હિતેશ ખૂટ - કાનજી મહારાજ નું પાત્ર, જગદીશ આહીર - સુકાનજી નો પાત્ર, પ્રકાશ ચુડાસમા - ગોપીનું પાત્ર, મનસુખ મજેઠીયા - ગોપીનું પાત્ર, અતુલ ભરડા - ગોરા રાસ ગોપીનું પાત્ર, જગદીશ પિઠીયા - પેટી માસ્‍તર, નિલેશ હડિયા - બેન્‍જો વાદક, ડેનિશ ટીલાવત - તબલસી તથા રાજુભાઈ કુકડીયા - જાજ નો પાત્ર ભજવીને રાજકોટની ધર્મપ્રેમી અને કળષ્‍ણ ઘેલી જનતાને ભગવાનના સાક્ષાત દર્શન થયા હોય તેવી અનુભૂતિ કરાવશે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ માર્ગદર્શન સમિતિના માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્ર ભાઈ દવે, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતિશભાઈ કથીરિયા, અશોકભાઈ મકવાણા તથા સમિતિના અધ્‍યક્ષ શ્રી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ધર્મ યાત્રા અધ્‍યક્ષ શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, કાર્યકારી અધ્‍યક્ષ શ્રી તીર્થરાજ સિંહ ગોહિલ તથા મહામંત્રી શ્રી પરેશભાઈ રૂપારેલીયા દ્વારા આ કાનગોપી રાસ મંડળ કાર્યક્રમ માટે વિશેષ જવાબદારી ના ભાગરૂપે ડો. હિરેનભાઈ વિસાણી, કૌશિકભાઈ સરધારા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપ ભાઈ બારોટ, રાજુભાઈ જુન્‍જા વગેરેની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટની કળષ્‍ણ પ્રેમી જનતા મોટી સંખ્‍યામાં આ કાર્યક્રમનો લાભ લઈ શકે તેની  વ્‍યવસ્‍થા માટે તેઓ બધા ઉપરાંત અનેક કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.

ટીકર ગામના કલાકારોની પ્રસિદ્ધ એવી આ કાનગોપી રાસ મંડળ ની પ્રસ્‍તુતિ થાય છે ત્‍યારે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે વહેવડાવામાં આવે છે. આ મંડળની ખાસ વિશેષતા એ છે કે પુરુષ કલાકારો અદભુત મેકઅપ દ્વારા આબેહૂબસ્ત્રી જેવું રૂપ ધારણ કરે છે. ભગવાન શ્રીકળષ્‍ણના જીવન પર આધારિત આ પ્રસંગને વણીને આ પ્રસ્‍તુતિ કરવામાં આવતી હોય છે. લાઈવ પાત્રો દ્વારા જાણે તે પ્રસંગને આપણે સાક્ષી હોઈએ તેવી અનુભૂતિ શ્રોતાઓને થાય છે. આ રાસ મંડળ ને માણવો એ એક લાવવો છે. આ પ્રસ્‍તુતિમાં રાધાકળષ્‍ણની રાસલીલાની રમઝટ, ઝાંખી લીલા, કળષ્‍ણ સુદામા મિલનનો પ્રસંગ, માથા પર ગ્‍લાસ અને  મટકીનું બેલેન્‍સ કરી નળત્‍ય નો અદભુત નજારો ચરિત્ર કરવામાં આવે છે. ઉપરાંત દાળ લીલા અવનવા હાલરડા અને પ્રભાતિયાઓની સુરીલી સરગમ પણ આ કાર્યક્રમને અવિસ્‍મરણીય બનાવી દે છે.

તારીખ ૧૫ ઓગસ્‍ટ રાત્રે ૮:૦૦ કલાકે મહુડી ચોકડી ખાતે યોજાનાર આ કાર્યક્રમને માણવા માટે જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.  કળષ્‍ણ ભક્‍તિમાં લીન થવા માટે મહોત્‍સવ સમિતિના તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને પ્રત્‍યક્ષ માણવા માટે થનગની રહ્યા છે તથા રાજકોટની ધર્મપ્રેમી અને કળષ્‍ણ ઘેલી જનતાને પણ આવવા માટે આહવાન કરવામાં આવ્‍યું છે તેવું મહામંત્રી પરેશ રૂપારેલીયાએ જણાવ્‍યું છે.

(2:33 PM IST)