News of Monday, 11th August 2025
સાંઢીયા પુલે હાઇડ્રો ક્રેન ધડામઃ ઇજા-જાનહાની ટળી

રાજકોટ : શહેરના જામનગર રોડ સ્થિત સાંઢીયા પુલના નિર્માણ સમયે કામ કરી રહેલ હાઇડ્રો ક્રેન એકાએક નીચે પડતા ત્યાં હાજર કારીગરી-લોકોના શ્વાસ ઉંચા થઇ ગયા હતા. સદનશીબે ચાલક કે અન્ય કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. હાઇડ્રો ક્રેન દ્વારા પુલના ગડર ચડાવવામાં આવી રહયા હતા. ઘટનાની જાણ થતા મનપા અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી માહીતી મેળવી જરૂરી પગલા લીધા હતા. અત્રે નોંધનીય છે કે ગત અઠવાડીયે સ્લેબના કામ દરમિયાન છજુ પડવાની ઘટના બની હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:26 PM IST)










