<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

કાંગશીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા રાજકોટની મહિલા સહિત ૯ પકડાયા

તસ્‍વીરમાં કાંગશીયાળી અને વેરાવળમાં જુગાર રમતા પકડાયા શખ્‍સો નજરે પડે છે વેરાવળમાં જુગાર રમતા ૬ પકડાયાઃ શાપર-વેરાવળ પોલીસના દરોડા

રાજકોટ, તા. ૧૧: શાપર-વેરાવળ પોલીસે કાંગશીયાળી સહિત ૯ અને વેરાવળમાં જુગાર રમતા ૬ શખ્‍સોને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક શ્રીજી હિમકરસિંહ એ પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી. ઝાલા ગોંડલના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર આર.બી. રાણા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ પેટ્રોલીગ મા હતા તે દરમ્‍યાન કાંગસીયાળીગામ ખાતે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) મહેન્‍દ્ર ઉદેશીભાઇ પઢીયાર રહે.સાઇબાબા સર્કલ શેરી નં.૪ આશોપાલવ પાર્ક કોઠારીયા રાજકોટ, (૨) કીશન હસમુખભાઇ કમાણી રહે.રાજકોટ ઉમીયા ચોક રાધે હોટલની સામે નવલનગર શેરી નં.૧, (૩) જયસીંહ હઠીસીંહ ગોહીલ રહે.ગ્રીનલેન્‍ડ ચોકડી કુવાડવારોડ ડી-માર્ટ પાછળ રાજકોટ, (૪) રમેશ પ્રેમજીભાઇ રાવત રહે.કોઠારીયા સોલ્‍વટ સીતારામ શેરી નં.- ૫ રાજકોટ, (૫) જનકબા જયરાજસીંહ ઝાલા રહે.કાંગસીયાળીગામ બાપાસીતારામ ચોક વાળી શેરી, (૬) દક્ષાબેન કૌશીકભાઇ માખેચા રહે.ઉમીયાચોક અંકુરરોડ રાજકોટ, (૭) અંબાબેન વા/ઓ દિનેશભાઇ અઘેરા રહે વિનાયક-૧૬ મવડીપ્‍લોટ રાજકોટ, (૮) સુમીતાબેન વા/ઓ સંજયભાઇ ડાંગર, રહે. સેટેલાઇટ ચોક આર્યનરગ રાજકોટ તથા (૯) જોશનાબેન ડો/ઓ દિનેશભાઇ એરા રહે. વિનાયક-૧૬ મવડી પ્‍લોટ રાજકોટ ને રોકડા રૂા. ૪૪,૮૦૦ અને ૪ મોબાઇલ મળી કુલ રૂા. ૮ર,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

 શાપર-વેરાવળ પોલીસે વેરાવળ રામદેવનગરમાં રેઇડ કરી જુગાર રમતા (૧) કિશોર મંગાભાઇ પરમાર રહે.રામદેવનગર રામાદેવપીર મંદીર વાળી શેરી વેરાવળ ગામ (૨) હીતેષ ડાયાભાઇ મેવાડા રહે.રામદેવનગર વેરાવળ, (૩) વિપુલ વજુભાઇ જાદવ રહે.રામદેવનગર રામાપીરના મંદીર શેરી વેરાવળગામ, (૪) અનીલ મોંઘાભાઇ ડોડીયા રહે.ગોવીંદનગર સર્વોદય સોસાયટી વેરાવળ ગામ, (૫) મયુર વિરમભાઇ ચાવડા રહે.શાંન્‍તીધામ -૨ વેરાવળગામ (૬) કમલેશ ભીમાભાઇ મકવાણા રહે.હુશેનાબાદ ગામ તા.માંગરોળ ને રોકડા  રૂા. ૧૬,૨૦૦/-  અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી શાપર-વેરાવળના એ.એસ.આઇ. મયુરસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ જયદીપસિંહ વાઘેલા,   રાજેશભાઇ બાયલ, દીનેશભાઇ ખાટરીયા,  જગશીભાઇ ઝાલા,  પો.કોન્‍સ લગધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા તથા દિવ્‍યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(4:26 PM IST)