<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

શિવાજીનગરમાં સંગીતાબેન ચાવડાના ઘરમાં દરોડોઃ જૂગાર રમતાં ૬ પકડાયા

થોરાળા પોલીસે દરોડો પાડી ૧૦૬૪૦ની રોકડ કબ્‍જે કરી

રાજકોટ તા. ૧૧: દૂધસાગર રોડ પર શિવાજીનગર-૧૮માં રહેતી સંગીતાબેન સંજયભાઇ ચાવડા ઘરમાં જૂગાર રમાડતી હોવાની બાતમી પરથી થોરાળા પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસે સંગીતાબેન તેમજ તેની પડોશી વિજુબેન બાબુભાઇ જોળીયા, ઉદ્યોગનગર-૭ની રંજનબેન દિનેશભાઇ જાડેજા, રાજમોતી મીલ પાછળ રહેતાં લાલ રામુભાઇ સમેચા, શિવાજીનગર-૧૨ના અજય ધર્મેશભાઇ મકવાણા અને શેરી નં. ૧૮ના રાજેશ ઉર્ફ રાજુ મોહનભાઇ ભુવાને પકડી લઇ રૂા. ૧૦૬૪૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીએસઆઇ ડી. કે. ધાંધલા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ કુંચાલા, એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. ઇમરાનભાઇ ચુડાસમા સહિતે આ દરોડો પાડયો હતો.

(4:44 PM IST)