News of Monday, 11th August 2025
રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં શી ટીમ દ્વારા મહિલાઓને અપાઇ સમજ

રાજકોટઃ વિનામુલ્યે રાશન કીટના વિતરણનું આયોજન સાડીબાર શાખા દ્વારા થયું હોઇ ત્યાં મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે પહોંચી સિનીયર સિટીઝનની મુલાકાત લઇ ૧૦૦, ૧૧૨, સાયબર હેલ્પલાઇન સહિતની માહિતી મહિલાઓને આપી હતી. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એમ. એચ. ભાટીની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી, કુંજબેન સહિતે આ કામગીરી કરી હતી.
(4:42 PM IST)










