<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

શિવમ્‌ સત્‍સંગ મંડળ ગૃપ રાજકોટ દ્વારા શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે બ્રહ્મ ભોજન

 

જુનાગઢઃ શિવમ્‌ સત્‍સંગ મંડળ ગળપ રાજકોટ દ્રારા રાજકોટ  ખાતે રૈયા રોડ પર આવેલા રવિ રેસ્‍ટોરન્‍ટ ખાતે મનોરથી દાતા ઠાકરશીભાઈ વિરડીયા  પરિવાર તરફથી ૨૧ ભૂદેવો ને તથા શ્રીમતી રંજનબેન ભટ્ટી  પરિવાર તરફથી પાંચ ભૂદેવો ને જમાડી ને દક્ષિણા આપવામાં આવી હતી.આ ઉપરાંત શિવરાજ ભાઈ રામભાઇ તથા મનિષભાઇ ગોધાણી તરફથી દરેક ભૂદેવો ને યથાશક્‍તિ દક્ષિણા આપવામાં આવી હતી. પ્રથમ  દરેક પધારેલા ભૂદેવો ને તિલક કરી, ઉપરણુ ઓઢાડી,શિવ આરાધના પુસ્‍તક અર્પણ કરી યજમાન દ્રારા સ્‍વાગત કર્યું હતું.બ્રહ્મ ભોજન માટે સંકલ્‍પ વિધિ વિદ્રાન ભાગવતાચાર્ય શ્રી રુપેશ અદા તેરૈયા એ કરાવી હતી.  સનાતન ધર્મ ની બ્રહ્મ ચોરાશી ભોજન કરાવવા ની પરંપરા ની જાળવણી કરનાર શિવમ્‌ સત્‍સંગ મંડળ ગળપ રાજકોટ ની સત્‍કાર્ય ની પ્રવળત્તિ થી ભૂદેવો એ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. શ્રાવણ માસ નાં ચોથા સોમવારે બ્રહ્મ ભોજન કરાવવામાં આવશે તેવું શિવમ્‌ સત્‍સંગ મંડળ ગળપ રાજકોટ નાં એડમીન હિંમતભાઈ મહેતા ની યાદી માં જણાવ્‍યું છે.

(11:49 AM IST)