<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

આપણી આન-બાન-શાન તિરંગોઃ રાજકોટ રાષ્‍ટ્ર ધ્‍વજમય

યાત્રા બહુમાળીથી જયુબેલી ચોક સુધી યોજાઇઃ પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલે યાત્રાનું પ્રસ્‍તાન કરાવ્‍યુઃ રાજકીય, સામાજીક, આગેવાનો તથા વિદ્યાર્થીઓ અને નાગરીકો ઉત્‍સાહભેર જોડાયા

રાજકોટ, તા. ૧ર :..  રાષ્‍ટ્રધ્‍વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્‍ટ્રીય ગૌરવનું પ્રતીક છે. રાજ્‍ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માનમાં સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન શ્નતિરંગા યાત્રા' કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન રાજ્‍ય કક્ષાએ લોકોમાં રાષ્‍ટ્રધ્‍વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્‍વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૧ ઓગષ્ટના રોજ સવારે ૦૮કલાકે ભવ્‍યાતિ ભવ્‍ય અને અભૂતપૂર્વ ‘તિરંગા યાત્રા'કાર્યક્રમ યોજાયો. આ ‘તિરંગા યાત્રા'નો પ્રારંભ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કરાવ્‍યો હતો. આ ‘તિરંગા યાત્રા'માં બહોળી સંખ્‍યામાં  નગરજનો ઉત્‍સાહભેર જોડાયા હતાં.

ઉપરોક્‍ત તસ્‍વીરમાં કાર્યક્રમના ડાયસ ઉપર મહાન નૂ હોય લેગ આપી યાત્રાનો પ્રારંભ કરાવી હતો આ યાત્રામાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા,ભાજપ અગ્રણી પ્રશાંત કોરાટ, કમલેશ મીરાણી, મનપાના શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, પુર્વ મેયર પ્રદિપ ડવ, કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, જીતુભાઈ કાટોડીયા તથા મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા, કલેક્‍ટર ઓમ પ્રકાશપોલીસ કમિશનર બ્રિજેશ ઝા સહિતના   અધિકારીઓ, આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(12:13 PM IST)