<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

સર્વિસ રોડ, ફલાયઓવર બ્રીજ અને નવા ઓવર બ્રીજ માટે રામભાઇની સફળ રજૂઆત

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા

રાજકોટ, તા. ૧ર : રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગ્રીનલેન્‍ડ ચોકડીથી શાપર સુધી સર્વિસ રોડ તથા કોઠારીયા ચોકડી ફ્‌લાયઓવાર બ્રીજ અને રામવન પાસે નવો ઓવરબ્રિજ બનાવવાની રાજયસભાના સાસંદ રામભાઈ મોકારીયાની રજૂઆત ને સફળતા મળી છે.                                                               

હાલમાં પાર્લામેન્‍ટનું ચોમાસું સત્ર ચાલુ છે. આ દરમ્‍યાન રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્‍દ્ર સરકારના રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે વિભાગના મંત્રી  નીતિન ગડકરીને મળીને લેખિત તથા રૂબરૂ રજૂઆત કરેલ કે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલ શાપર/વેરાવળમા થયેલ ભારે ઔધ્‍યોગીકરણના કારણે રાજકોટથી શાપર વચ્‍ચે  ભારે ટ્રાફિક રહે છે જે ધ્‍યાને લઇ  ગ્રીનલેન્‍ડ ચોકડીથી શાપર સુધીના સર્વિસ રોડને અપગ્રેડ કરી સિમેન્‍ટ રોડ બનાવવા તથા બોલબાલા માર્ગ પરની કોઠારીયા રીંગ રોડ પરની ચોકડી પર ફ્‌લાયઓવર બ્રીજ બનાવવા અને રામવન (મીરા ઉદ્યોગ)પાસે નવો ઓવરબ્રિજ બનાવવાની કરેલ રજૂઆત ધ્‍યાને લઈને આ કામો તુરતજ હાથ ધરવા કેન્‍દ્રીય  મંત્રી નીતીન ગડકરીએ સબંધકર્તા અધિકારીઓને સૂચના આપેલ છે. 

(3:15 PM IST)