<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

શ્‍યામના સ્‍વાગતમાં સોહામણા સુશોભનઃ યાત્રામાં ઓપરેશન સિંદૂર સહિતના ફલોટસ

ઐસી કૃપા કરો ભગવાન, હરદમ રહે તુમ્‍હારા ધ્‍યાન, કરે તુમ્‍હારા હી ગુણગાન, હરદમ રહે તુમ્‍હારા ધ્‍યાન... : વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાને યાદગાર બનાવવા આયોજનઃ આકર્ષણો સાથે સમાજ ઉપયોગી સંદેશ

રાજકોટ, તા. ૧રઃ જન્‍માષ્ટમી મહોત્‍સવ નિમિત્તે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં શહેરની વિવિધ સાંસ્‍કળતિક અને ધાર્મિક સંસ્‍થાઓ દ્વારા ભવ્‍ય અને આકર્ષક ફલોટસ રજૂ કરવામાં આવશે. આ ફલોટસ શ્રીકળષ્‍ણજીના જીવનચરિત્ર, સંસ્‍કારસભર ઘટનાઓ, સંપ્રદાયના મૂલ્‍યો તથા ભારતીય સંસ્‍કળતિના દર્શન કરાવતા હશે. સાથે સાથે કેટલીક સંસ્‍થાઓ દ્વારા સામાજિક જાગળતિના સંદેશો જેવા કે સ્‍વચ્‍છતા, બાળઉછેર, નશાબંધી, ગૌસેવાના સંદેશો પણ ફલોટસ દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવશે. તેમ પરેશભાઈ રૂપારેલીયા એ જણાવ્‍યું.

આ વર્ષે સંસ્‍થાઓ દ્વારા ફલોટ્‍સ બનાવવામાં આવનાર છે . સત્‍ય હનુમાન ગ્રુપ તરફથી હિમાલય પર્વતનું આબેહૂબ દર્શન - એક અલૌકિક કળતિ સત્‍ય હનુમાન ગ્રુપના શ્રી  સરવૈયા પિન્‍ટુભાઈ તથા બેચર ઝીંઝુવાડિયા એ જણાવ્‍યું કે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવની શોભાયાત્રામાં સત્‍ય હનુમાન ગ્રુપ દ્વારા એક અનોખું અને આકર્ષક ફલોટ તૈયાર કરવામાં આવી રહ્યું છે - જેમાં આબેહૂબ હિમાલય પર્વતનું ભવ્‍ય દર્શન થવાનું છે. આ કળતિમાં હિમાલય પર્વતને જીવંત અનુભૂતિ થાય તેવી રીતે ઊભો કરવામાં આવશે. ફલોટને બનાવવામાં વિવિધ સામગ્રી અને સર્જનાત્‍મકતા ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેમાં કુદરતી પથ્‍થરો, કપાસ, થર્મોકોલ, રંગીન લાઈટિંગ અને ઘાટીઓ જેવી રચનાઓ દ્વારા હિમાલયની મહિમા દર્શાવવામાં આવશે. સત્‍ય હનુમાન ગ્રુપના સભ્‍યો ખુબ જ મહેનત અને કલાત્‍મક દ્રષ્ટિકોણથી આ ફલોટ તૈયાર કરી રહ્યા છે, જેથી લોકો ધરતીના દેવ સમાન પવિત્ર હિમાલયના દર્શન શહેરના માહોલમાં જ અનુભવી શકે. આ ફલોટ ન કેવળ દૃશ્‍યમાન આનંદ આપશે, પણ લોકોમાં પવિત્રતાનો, સંસ્‍કળતિનો અને ભારતના નૈતિક ઉંચાણનો અનુભવ કરાવશે. ‘હિમાલય - ધર્મ, શક્‍તિ અને સંસ્‍કળતિનું પ્રતિબિંબ'

સરસ્‍વતી શિશુ મંદિર દ્વારા ‘ઓપરેશન સિંદૂર'નું લાઈવ ફલોટ-નગરજનો માટે દેશભક્‍તિનું જીવંત દ્રશ્‍ય સરસ્‍વતી શિશુ મંદિર ના ચેરમેનશ્રી અપૂર્વભાઈ મણિયાર જણાવે છે કે, વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવની ભવ્‍ય શોભાયાત્રામાં સરસ્‍વતી શિશુ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવનાર ‘ઓપરેશન સિંદુર' પર આધારિત લાઈવ ફલોટ નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ ફલોટમાં સ્‍કૂલના વિધાર્થીઓ ભારત માતાની રક્ષા માટે દુશ્‍મન દેશ સામે લડી રહ્યાં છે, એવું જીવંત દ્રશ્‍ય રજૂ કરશે - જે દરેક દેશપ્રેમી નાગરિકના હૃદયમાં રાષ્‍ટ્રભક્‍તિના ભાવોને ઉદ્દીપિત કરશે. યુદ્ધના મેદાન જેવી વાસ્‍તવિક અભિવ્‍યક્‍તિ માટે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી સતત રિહર્સલ કરી રહ્યા છે જેથી દર્શકોને એક આબેહૂબ અને ભાવનાત્‍મક અનુભવ મળી શકે. આ ફલોટ માત્ર એક દૃશ્‍ય નહીં પરંતુ એક સંદેશ છે - ‘દેશ પહેલા'. આવા જીવંત પ્રસંગો દ્વારા યુગને રાષ્‍ટ્રીયતાની પ્રેરણા મળે અને નવયુવા પેઢીમાં દેશભક્‍તિના સંસ્‍કાર ઊંડા સમાય છે. નેપાળી એકતા સમાજ દ્વારા શ્રીકળષ્‍ણ મંદિરનું આબેહૂબ ફલોટ્‍સ - ભક્‍તિ અને શિલ્‍પકળાનું અભૂતપૂર્વ સમન્‍વય છે.

નેપાળી એકતા સમાજદ્વારા ભવ્‍ય અને આબેહૂબ શ્રીકળષ્‍ણ મંદિરનું આકર્ષક ફલોટ તૈયાર કરવામાં આવ્‍યો છે.

નેપાળી એકતા સમાજના શ્રીવિક્રમસિંહ ટમટા તથા કરણસિંહ ટમટા એ જણાવ્‍યું કે જન્‍માષ્ટમી મહોત્‍સવ અંતર્ગત યોજાનારી શોભાયાત્રામાં આ ફલોટમાં ભગવાન શ્રીકળષ્‍ણના મંદિર જેવી ભવ્‍ય રચનામાં સાક્ષાત દર્શન થશે, જેમાં ભક્‍તિભાવ, શિલ્‍પકલા અને નેપાળી પરંપરાની છબી એકસાથે જોવા મળશે. મંદિરની માળા, ગુંબજ, ઝાંઝાવાત અને રંગબેરંગી દિવ્‍યાંગ સજાવટના દર્શન માત્રથી જ ભક્‍તો પોતાના ભાગ્‍યને ધન્‍ય માને તેમ અનુભવશે. શોભાયાત્રા દરમિયાન આ ફલોટ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્‍દ્ર બનશે અને આધ્‍યાત્‍મિક ઉન્નતિ સાથે ભક્‍તિમાર્ગ પર લોકોનું મન ભીનું કરશે. ધર્મયાત્રાનો રૂટ રાબેતા મુજબ મવડી ચોકડીથી પેડક રોડ સુધીનો રહેશે.

આ શોભાયાત્રા માત્ર ભક્‍તિભાવનો પ્રવાહ નહીં પરંતુ સમાજ માટે સંદેશવાહક પણ બનશે. લોકોને કુટુંબ સાથે આવકારવા અને આ ભવ્‍ય યાત્રાનો ભાગ બનવા માટે વિશ્વ હિન્‍દુ પરિષદ અને આયોજન સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. તેમ અરૂણ નિર્મળ મીડિયા ઇન્‍ચાર્જ વિશ્વ હિન્‍દુ પરિષદ, જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ, મનીષ વડેરિયા મીડિયા સહ ઇન્‍ચાર્જ, વિનય કારીયા મીડિયા સહ ઇન્‍ચાર્જ જણાવે છે.(૬.૧૭)

ધર્મયાત્રાના મુખ્‍ય રથ સંયોજક  તરીકે વસંતભાઇ લીંબાસિયા

ઠેર-ઠેર ઝુમતા રહે ઝાડવા, કાયમ ગુંજતા રહે ગામડા એવી કૃપાનો મેઘ વરસાવો, અમારા વ્‍હાલા પ્રભુ શામળા

રાજકોટ, તા.૧૨: マદયના  ભાવ  પરમાર્થના પ્રભાવ અને સેવાના સ્‍વભાવ માટે સુપ્રસિધ્‍ધ સમાજસેવક શ્રી વસતભાઈ લીંબાસીયાની ધર્મયાત્રાના મુખ્‍ય રથ સંયોજક તરીકે જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા વરણી કરવામાં આવી છે તેમ મહામંત્રી શ્રી પરેશભાઈ રૂપારેલીયા અને કૂણાલ ભાઈ વ્‍યાસ જણાવે છે.

  વસંતભાઈ લીંબાસીયા જે ટંકારાના વતની છે ટંકારામાં વર્ષોથી સરપંચ તરીકે સેવા આપી છે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના પૂર્વ વિદ્યાર્થી છે. વ્‍યવસાયે વળંદાવન ડેરી ધરાવે છે મોરબી રોડ પરના કન્‍યા ગુરુકુળના તેઓ ભૂમિદાતા છે. સરહદ પર શહીદ થતા સૈનિકોના પરિવારો અને ખેતી વિષયકના કારણોસર આપઘાત કરતા ખેડૂતોના પરિવારોને ઉપયોગી થવા તેમણે વળંદાવન ફાઉન્‍ડેશનની સ્‍થાપના કરી છે. જન્‍માષ્‍ટમી  મહોત્‍સવ સમિતિન, કાર્યમાં તેમનો વિશેષ સહયોગ રહયો છે તેમ અરૂણ નિર્મળ મીડિયા ઇન્‍ચાર્જ  જણાવે  વિશ્વ હિન્‍દુ પરિષદ, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ મનીષ વડેરિયા મીડિયાઅને ે વિનય કારીયા મીડિયા સહ ઇન્‍ચાર્જ જણાવે છે. વસઁતભાઇનો મો. નં. ૯૯૨૫૦ ૧૩૨૧૫ રાજકોટ.

(3:18 PM IST)