News of Tuesday, 12th August 2025
ગોવિંદભાઈ પટેલના જન્મદિને સેવાની સરવાણીઃ બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

રાજકોટઃ ‘‘મિશન થેલેસેમિયા કિડ્સ'' અંતર્ગત શ્રી ગોવિદભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાએલ. આ પ્રસંગે યુવા ભા.જ.૫ ઉપપ્રમુખ કિશન પટેલ બી.એ.પી.એસ. મંદિરના પુ.અપૂર્વમુની સ્વામી, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, અમૃતભાઈ ભારદીયા, જગદીશભાઈ સખીયા,ખોડલધામના ટ્રસ્ટીશ્રીઓ,ધારાસભ્ય રમેશભાઈ, દર્શિતાબેન શાહ, ઓમશાંતિના દીદી, ઉધોગપતિ ભરતભાઈ પાનસુરીયા, ભાજ૫ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા,શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તેમજ યુવા ભાજપની ટીમ હાજર રહેલ. સેવા કાર્યના આયોજક કિશન પટેલ તેમજ તેમની સમગ્ર ટીમને તેમજ બ્લડ ડોનેટ કરનાર ડોનરોને અભિનંદન પાઠવેલ.
(4:03 PM IST)










