News of Tuesday, 12th August 2025
નાણાવટી ચોકથી રામાપીર ચોકડી વચ્ચે મધુબેન દુધરેજીયાના ગળામાંથી ૧.૬૦ લાખનો ચેઇન ખેંચાયો
વૃજધામ એપાર્ટમેન્ટના વૃધ્ધા ઘડીયાળ રીપેર કરાવી પરત જતાં હતાં ત્યારે સામેથી આવેલો બાઇકચાલક સમીસાંજે ચિલઝડપ કરી ભાગી ગયોઃ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: તહેવાર ટાણે વધુ એક ચિલઝડપનો બનાવ બન્યો છે. નાણાવટી ચોકથી રામાપીર ચોકડી વચ્ચેના રસ્તા પર ચાલીને જઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચાઇ ગયો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે રૈયાધાર સોપાન હિલ પાછળ વૃજધામ એપાર્ટમેન્ટ સી-૧૦૩માં રહેતાં મધુબેન અનિલભાઇ દુધરેજીયા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી અજાણ્યા બાઇકચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
મધુબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. સંતાનમાં બે દિકરા સુનિલભાઇ અને ચિરાગભાઇ છે. મારા પતિ હયાત નથી. તા. ૧૦ના સાંજે પાંચેક વાગ્યે હું ઘરેથી નાણાવટી ચોક પાસે આવેલી દૂકાન ખાતે ઘડળીયા રીપેર કરાવવા માટે ગઇ હતી. મેં ગળામાં ૧૭.૧૨૦ ગ્રામ વજનનો આશરે ૧,૬૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઇન પહેર્યો હતો. ઘડીયાળ રીપેર કરાવની હું સાંજે પોણા છએક વાગ્યે પરત ઘરે જવા નાણાવટી ચોક પાસેથી રામાપીર ચોકડી તરફ જતી હતી ત્યારે શિવ શક્તિ ટૂલ્સ પાસે પહોંચતા સામેથી એક બાઇકચાલક આવ્યોલ હતો અને મારા ગળા પર ઝોંટ મારી ચેઇન ખેંચતા હું ઝાટકો લાગવાથી પડી ગઇ હતી.
ઉભી થઇને બાઇકચાલક સામે જોઉ એ પહેલા તે ભાગી ગયો હતો. બાદમાં મેં મારા દિકરાને ફોનથી જાણ કરતાં તે બહાર હોઇ મને ઘરે જતાં રહેવાનું કહેતાં હું ઘરે ગઇહતી. રાતે દિકરો આવતાં તેને જાણ કર્યા બાદ સવારે અમે ફરિયાદ નોંધાવી હતી. બાઇકનો ચાલક મારા ગળામાંથી ૧.૬૦ લાખનો ચેઇન ખેંચીને ભાગી ગયો હતો. તેમ વધુમાં વૃધ્ધાએ કહેતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધ્યો હતો. ચિલઝડપકારને શોધવા ડી. સ્ટાફ અને એલસીબી ઝોન-૨ની ટીમો કામે લાગ્યા છે.
(4:11 PM IST)










