<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

રેસકોર્ષ ખાતે યોજાનાર પાંચ દિવસીય લોકમેળા સંદર્ભે ટ્રાફીક નિયમન જાળવવા ૧પ પાર્કિંગ સ્‍થળો જાહેર કરાયા

મેળાને જોડતા કેટલાક માર્ગો વાહનો માટે બંધ કે આશિંક બંધ રહેશે : ડીસીપી પૂજા યાદવ

રાજકોટ, તા., ૧૨ :  આગામી તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સાસ્‍કળતીક લોકમેળાનું આયોજન કલેકટરશ્રી દ્વારા  કરવામાં આવ્‍યું છે. આ લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબજ મોટા પ્રમાણમાં જાહેર જનતા વાહનો સાથે ઉમટી પડે છે. લોકમેળા દરમ્‍યાન વાહનોનું પ્રમાણ ખુબજ રહેતુ હોવાથી  ટ્રાફીક ડીસીપી પૂજા યાદવ દ્વારા  લોકમેળા સ્‍થળને જોડતા કેટલાક માર્ગો પર આવન-જાવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે. સાથોસાથો ૧પ સ્‍થળોએ  જાહેર પાર્કિંગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

લોકમેળામાં આવતી જાહેર જનતા લોકમેળામાં સરળ રીતે હરીફરી શકે અને વાહન વ્‍યવહાર સુચારૂ અને સલામત રીતે ચાલુ રહે અને અકસ્‍માતના બનાવો ના બને તે માટે આ જાહેરનામું તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધી લોકમેળો શરૂ થાય ત્‍યારથી પૂર્ણ થાય ત્‍યાં સુધી અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ (૧) રેસકોર્સ રીંગરોડ જીલ્લા પંચાયત ચોક થી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચૌક, આમ્રપાલી અંડર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ નો-ર્પાકિંગ જાહેર કરવામાં આવે છે. (૨) ટ્રાફિક શાખા થી પોલીસ હેડ કવાટર સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. (૩) સી.આઇ.ડી.ની ઓફિસથી રૂરલ એસ.પી.સા.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. (૪) સુરજ-૧ એપાર્ટમેન્‍ટ થી લોકમેળાના મુખ્‍ય ગેઈટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. (૫) ચાણકય બીલ્‍ડીંગ ચોકથી ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-ર્પાકિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. (૫) રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ જાહેર કરવામાં આવે છે. (૭) વિશ્વા ચોકથી જુની.એન.સી.સી.ચોક સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ અને બન્ને બાજુ નો-ર્પાકિંગ જાહેર કરવામાં આવે છે. (૮) મહીલા અંડર બ્રીજ થી કિશાનપરા ચોક સુધી પ્રાઈવેટ લકઝરી બસો કિશાનપરા ચોક તરફ પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે .

નીચે મુજબના

રસ્‍તાઓ ખુલ્લા રહેશે

(૧) ચાણકય બીલ્‍ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્‍ડીંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઇ શકશે તથા શ્રોફરોડ, ચાણકય બીલ્‍ડીંગ ચોકથી ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક આમ્રપાલી અંડર બ્રીજથી રૈયારોડ તરફ અવર-જવર કરી શકાશે. કોઇપણ ભારે વાહન લોકેમેળા દરમ્‍યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે (૨) પ્રાઇવેટ લકઝરી બસો મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઇ જઇ શકાશે. (૩)  તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ કલાકઃ-૯/૦૦ થી લોકમેળો પૂર્ણ થાય ત્‍યાં સુધી રેસકોર્ષ રીંગરોક ફરતે પાસ ધારક વાહન ચાલકો ૧૦ કી.મી.ની ઝડપથી વધુ વાહન ચલાવી શકશે નહી.

પાર્કિંગ સ્‍થળ

(૧)નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે. પ્રવેશ બહુમાળી ચોક, કાર, મોટર સાયકલ, ફ્રિ પાર્કીગ (ર) એરપોર્ટ ફાટક થી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્‍વે પાટા સામે  બસ, કાર, મોટર સાયકલ, ફ્રિ પાર્કીંગ (૩)

બાલભવન મેઈન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર, મોટર સાયકલ તથા સાયકલ ફ્રિ પાર્કીંગ (૪) નવી કલેકટર કચેરી સામે, કાર, મોટર સાયકલ, સાયકલ ફ્રી પાર્કીંગ (પ) કિશાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે ૧૫-રીક્ષા, ઓટો રીક્ષા- ફ્રી પાર્કીંગ (૬) કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્‍યા ટુ વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૭) ગ્રાઉન્‍ડમાં આયક વાટીકા સામે ખુલ્લી જગ્‍યા પાસે રિલાયન્‍સના ગ્રાઉન્‍ડમાં કાર, મોટર સાયકલ, સાયકલ ફ્રી પાર્કીંગ (૮) ચૌધરી હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ ટુવ્‍હીલર તા ફોર વ્‍હીલર માટે  ફ્રી પાર્કીંગ (૯) કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાછલનું ગ્રાઉન્‍ડ ટુ વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૧૦) ચાણકય બિલ્‍ડીંગ ચોક પાસે નગરરચના અધિકારીશ્રી કચેરીનું ગ્રાઉન્‍ડ ટુ વ્‍હીલર માટે  ફ્રી પાર્કીંગ (૧૧) ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ગાઉન્‍ડ ફોર વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૧ર) સરકીટ હાઉસ સામે મેમેણ બોડીંગનું ગ્રાઉન્‍ડ ટુ વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૧૩) રૂરલ એસ.પી.સાહેબના બંગલા વાળી શેરી આઇ.બી. ઓફિસથી પ્રેસ સુધી ટુ વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૧૪) સર ગોસલીયા માર્ગ હેલ્‍થ ઓફિસની દિવાલ સુધી ટુ વ્‍હીલર માટે ફ્રી પાર્કીંગ (૧પ) હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે ફકત સરકારી વાહન માટે.

આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્‍મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. (લોકમેળાની ફરજ ઉપર રહેલ તમામ પ્ર્રકારનાં વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી) ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. 

(4:43 PM IST)