<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

GST અંગે વેપાર-ઉદ્યોગના પ્રશ્‍નોનું નિરાકરણ લવાશે-નીતિગત મામલે સરકારનું ધ્‍યાન દોરાશે

ચેમ્‍બરનાા ઉપક્રમે યોજાયેલા સેમીનારમાં SGSTના જોઈન્‍ટ કમીશનરની ખાતરી GSTના પ્રશ્‍નો અંગે વિભાગનો સંપર્ક સાધવા વેપાર ઉદ્યોગને અપીલ

રાજકોટ, તા.૧૨: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી તથા SGST રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે જીએસટી અંગે મુંજવતા પ્રશ્‍નો અંગે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી તથા SGST રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે જીએસટી અંગે મુંજવતા પ્રશ્‍નો અંગે માર્ગદર્શક સેમીનારનું તા.૧૧-૦૮-૨૦૨૫, સોમવારના રોજ આયોજન ક૨વામાં આવેલ હતું. જેમાં SGST રાજકોટના જોઈન્‍ટ કમિશનરશ્રી એમ.એ. પટેલ, ડેપ્‍યુટી કમિશનર (એનફોર્સમેન્‍ટ)શ્રી અજયરાજ જનકાંત તથા રેન્‍જ-૨૨ ના ડેપ્‍યુટી કમિશનરશ્રી આઈ. આર. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ સૌને આવકારી રાજકોટ ચેમ્‍બર દ્વારા સરકારશ્રીની વિવિધ પોલીસીઓ અંગે વિવિધ સેક્‍ટરને લગતા સેમીનારો યોજવામાં આવે છે. ત્‍યારે બિઝનેશન કરતી વખતે GST માં શું શું તકલીફો પડી રહી છે તેના નિરાકરણ લાવવા માટે આ સેમીનાર યોજેલ છે જે ખુબ જ ઉપયોગી બની રહેશે.

SGST રાજકોટના જોઈન્‍ટ કમિશનરશ્રી એમ. એ. પટેલએ આ સેમીનારનું આયોજન કરવા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરતા જણાવેલ કે, GST અંતર્ગત વેપાર-ઉદ્યોગકારોને નાના મોટા ઘણાં પ્રશ્‍નો ઉદભવતા હોય છે. તેનું નિરાકરણ લાવીશું તેમજ નીતિ વિષયક પ્રશ્‍નો માટે સરકારશ્રી સમક્ષ રજુઆત પણ કરીશું. ખાસ કરીને ફેક બીલની ITC ના કારણે નિર્દોષ ઉદ્યોગકારો ભોગ બને છે અને દંડને પાત્ર બને છે ત્‍યારે તેનું યોગ્‍ય નિરાકરણ લાવવા પ્રયત્‍ન કરીશું. આમ GST અંતર્ગત કોઈપણ મુશ્‍કેલી પડે તો અમારા ડિપાર્ટમેન્‍ટન સંપર્ક કરવા અનુરોધ કરેલ.

SGST રાજકોટના સ્‍ટેટ ટેક્ષ ઓફિસરશ્રી બી. ડી. સાખરાએ ઈ-વે બીલની કાર્યવાહીની માહિતી આપતા જણાવેલ કે, રૂા.૫૦૦૦૦/ થી વધુના માલની હેર ફેર માટે ઈ-વે બીલ ફરજીયાત છે. જેમાં ડિપાર્ટમેન્‍ટ કમાન્‍ડ અને કન્‍ટ્રોલ સેન્‍ટરમાં કેમેરા અને જીપીએસ દ્વારા ૨૧ મોબાઈલ સ્‍કોડ ૩૯ ટીમ નિરીક્ષણ કરી રહી છે,લિગલ ફ્રેમવર્ક અંતર્ગત ઈ-વે બીલ સબંધિત સેકશન ૬૮, ૧૨૯, ૧૩૦, રૂલ ૧૩૮ અંગે, ઓનલાઈન ઈ-વે બીલ કેવી રીતે જનરેટ કરવું અને તેમા કેવી સાવચેતી રાખવી, માલ પરીવહન માટેની સાવચેતી, MS Team દ્વારા અનુસરવામાં આવતી સંચાલન પ્રવળતિ, વાહનની ઈન્‍ટરસેપ્‍શન સંબંધિત અધિકારીની પક્રિયા માટેના વિવિધ ફોર્મ્‍સ જેવા મુદ્દાઓ અંગે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપેલ.

SGST રાજકોટના આસીસટન્‍ટ કમિ‘રશ્રી સી.એલ. પટેલએ એસેમેન્‍ટની કાર્યવાહી અને સબંધિત ચર્ચાઓ કરતા જણાવેલ કે, એસેસમેન્‍ટના વિવિધ પ્રકારો જેવા કે, સેલ્‍ફ એસેસમેન્‍ટ, રી-એસેમેન્‍ટ, પ્રોવીઝનલ એસેમેન્‍ટ, સમરી એસેસમેન્‍ટ તથા બેસ્‍ટ જજમેન્‍ટ એસેમેન્‍ટનો સમાવેશ થાય છે અને તેની પ્રક્રિયા કેવી રીતે કરવી, જોખમ માપદંડ અને વિવિધ અહેવાલોના આધારે કેસોની પસંદગી, કરદાતાઓને સુચના અને શો-કોઝ નોટીસની જાણકારી, RUD અને વ્‍યક્‍તિગત સુનવણીની જોગવાઈ, ડિમાન્‍ડ ઓર્ડરડ્રોપ ઓર્ડર જારી કરવા, ઓર્ડરમાં સુધારો જો કોઈ હોય તો જેવા વિવિધ મુદાઓ અંગે પાવર પોઈન્‍ટ પ્રેઝનટેશન દ્વારા માહિતી આપેલ. ત્‍યારે બાદ ઉપસ્‍થિત શ્રોતાગણો દ્વારા પુછાયેલ પ્રશ્‍નોનો અધિકારીશ્રીએ યોગ્‍ય પ્રત્‍યુતત્ર આપેલ હતું,

સેમીનારના અંતે રાજકોટ ચેમ્‍બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ અધિકારીશ્રીઓ તથા વેપાર-ઉદ્યોગકારોનો સેમીનારમાં ઉપસ્‍થિત રહેવા બદલ આભારની લાગણી વ્‍યકત કરી GST અંગે અથવા કોઈપણ સેકટરને લગતા પ્રશ્‍નો-સુચનો હોય તો રાજકોટ ચેમ્‍બરને મોકલી આપવા અનુરોધ કરેલ. તેમજ સમગ્ર સેમીનારનું સંચાલન માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:15 PM IST)