<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

બાલાજી સીઝનમાંથી વાસી પેટીસનો નાશ

મનપાની ફુડ શાખા દ્વારા ૧૧ ખાલી પીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચના સાધુ વાસવાણી કુંજ રોડ ઉપરથી ૪ કિલો અખાદ્ય પેટીસ મળીઃ ચીઝ, પનીર, રાજગરાનો લોટ, પેટીસ સહિત ૭ નમુના લેવાયા

રાજકોટ, તા. ૧રઃ શ્રાવણ માસના સોમવાર ને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં વિક્રેતાઓનું કાલાવડ રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, કુવાડવા રોડ તથા ૮૦ ફૂટ રોડ વિસ્‍તારમાં સર્વેલન્‍સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે અંગે કુલ ૦૮ ધંધાર્થિઓની હાઇજેનિક કન્‍ડિશન તથા લાઇસન્‍સ બાબતે ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્‍યાન બાલાજી સિઝન (સાધુ વાસવાણી કુંજ રોડ) -૦૪ કિ.ગ્રા. વાસી પેટીસનો નાશ, હાઇજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાઇસન્‍સ બાબતે નોટિસ, બાલાજી ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- લાઇસન્‍સ બાબતે નોટિસ, મહારાજ ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- હાઇજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ, ગોકુલ ડેરી ફાર્મ (૮૦ ફૂટ રોડ)- લાઇસન્‍સ બાબતે નોટિસ, વિકાસ ડેરી (૮૦ ફૂટ રોડ)- હાઇજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ,  ભારત ફરસાણ (૮૦ ફૂટ રોડ) -હાઇજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ, પ્રેમવતી (કાલાવડ રોડ) -યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટિસ, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (કુવાડવા રોડ)- યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. 

રેલનગર-કુવાડવા રોડ

પર ચેકીંગ

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના રેલનગર- ફાયર બ્રિગેડ રોડ તથા કુવાડવા રોડ -TS માર્ટ વાળો આડો રોડ વિસ્‍તારમાં ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. જેમાં મોમાઈ જનરલ સ્‍ટોર્સ, શ્રી પુષ્ટિ જનરલ સ્‍ટોર,  બજરંગ પાણીપુરી, મઢૂલી હોટલ, બાપા સીતારામ કોલ્‍ડ્રિંક્‍સ, બાપા સીતારામ આઇસક્રીમ, શ્રીજી આઇસક્રીમ પાર્લર, સાવરીયા શેઠ વિટામિન ફૂડ ઝોન, મહાદેવ ફરસાણ એન્‍ડ સ્‍વીટ, શ્રીરામ ડેરી ફાર્મ, કે.કે. જનરલ સ્‍ટોર સહિત ૧૧ ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

૭ નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ૧. ફરાળી પેટીસ (લુઝ) મહારાજ ફરસાણ, સાધુ વાસવાણી કુંજ રોડ, ૨. ફરાળી લોટ(લુઝ) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, કુવાડવા રોડ, ૩. ફરાળી પેટીસ(લુઝ) ભારત ફરસાણ, ૮૦ ફૂટ રોડ, ૪. ફરાળી પેટીસ(લુઝ) વિકાસ ડેરી, ૮૦ ફૂટ રોડ, ૫. MANGO BRAND RAJGIRA ATTA (૫૦૦ GM) સ્‍થળ -અરિહંત કન્‍સ્‍ટ્રકશન/બ્‍લીન્‍કીટ કોમર્સ ઙ્કા.લી., ગ્રા.ફ. દુકાન નં.૧૩-૨૪, યુનિવર્સલ રેડ સેન્‍ટર, રાજદેવ શેરી, લાખાજી રાજ રોડ, ૬. બટર (લુઝ) સીધ્‍ધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ તથા ૭. ચીઝ (લુઝ) શાંતિ કોર્પોરેશન (સિદ્ધેશ્વર ઢોસા ટાઉન), તુલશી પાર્ક, નાનામવા રોડ સહિત ૭ નમૂના લેવામાં આવ્‍યા હતા.(૬.૧૯)

(4:22 PM IST)