<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

જન્‍માષ્‍ટમીનો તહેવાર ‘મોટેલ ધ વિલેજ' સાથે ઉજવો

ઉંટસવારી, કઠપુતલી શો, જોકર, કાર્ટૂન પરેડ સહિતની અવનવી ગેમ્‍સ સાથે પંજાબી, કાઠીયાવાડી, ચાઈનીઝ ફૂડની મજા માણો

રાજકોટઃ યશોદા કા નંદલાલા- દેવકી નંદન જગતનાં પાલનહાર શ્રી કૃષ્‍ણ ભગવાનનો જન્‍મોત્‍સવ આવી રહેલ છે. શ્રી કૃષ્‍ણ ભગવાનની કર્મભુમી સ્‍વર્ગારોહણ ભુમી એવા સૌરાષ્‍ટ્રમાં તેમા પણ રાજકોટમાં તો ખૂબ જ ધામધુમથી જનમાષ્‍ટમી ઉજવાય છે. સમગ્ર રાજકોટ કૃષ્‍ણમય થઈ જાય છે. મોટલ ધ વિલેજ પણ જન્‍માષ્‍ટમીનાં તહેવારને ધામધુમથી ઉજવવા નવા નવા આર્કષણો સાથે તૈયાર છે. મોટલ ધ વિલેજ તહેવાર ને ચાર ચાંદ લગાવી અવિસ્‍મરણીય બનાવી દેશે.

એમટીવીમાં ખુબજ સુંદર આર્કષણો જેવા કે, રાજસ્‍થાની નૃત્‍ય, કુંભાર, કઠપુતલી શો, જાદુગરનો શો, લાઈવ સિંગર, ડિસ્‍કોથેક, બોટીંગ, ઉંટસવારી, ટેટૂઆર્ટીસ્‍ટ, જોબર, ચાર્લી ચેપ્‍લીન, કાર્ટુન પરેડ સાથે એંકર નવીનવી ગેઈમ, તંબોલા પાર્ટી રમાડી તમારી તહેવારની સાંજે  યાદગાર બનાવી દેશે.

ઈન્‍ડોરમાં નવી નવી રમતો, પુલ, સ્‍નુકર, વિડિયોગેઈમ, ટેબલટેનિસ વગેરેનો લાભ લઈ શકશો.

એમટીવીમાં પંજાબી, કાઠીયાવાડી, ચાઈનીઝ, કોન્‍ટીનેટલ, ઈટાલીયન, મેકસીકન, વાનગીનો સ્‍વાદિષ્‍ટ, ઉત્‍કૃષ્‍ટ રસથાળ પણ તૈયાર હશે. આલાકાર્ટ સાથે ડિસ્‍કાઉન્‍ટેબલ રેઈટ સાથે બુફેટનો પણ લાભ લઈ શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત જન્‍માષ્‍ટમીની રાત્રે ૧૨ વાગ્‍યે નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકીનો ભવ્‍ય મટકીફોડનો કાર્યક્રમ રાખેલ છે.

સ્‍વીમીંગ પુલ-ઝાકુઝી સાથે કોટેજીસ આર્કષક પેકેજ સાથે ઉપલબ્‍ધ છે. વધુ વિગત માટે સંપર્ક કરો (મો.૯૭૧૨૭ ૮૩૩૩૩) (મો.૯૭૨૭૨ ૩૩૨૯૭) (મો.૭૯૮૪૭૭૪૩૩૬)

(4:26 PM IST)