News of Tuesday, 12th August 2025
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના વહીવટી સુધારણાના વહેણમાં ખોટ તણાઇ ગઇ, નફાનું (૩૭૮પ કરોડ) પૂર બેંકના ડીરેકટર પ્રદીપ ખીમાણીએ અકિલાના આંગણે વર્ણવી ગૌરવ ગાથા
ખીમાણીના સૂચનો તથા અધિકારીઓ-કર્મચારીઓની મહેનત ફળીઃ પ ટકા ડીવીડન્ડ જાહેર

રાજકોટ તા.૧૨: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના જૂનાગઢ સ્થિત ડીરેકટર અને ભાજપના અગ્રણી શ્રી પ્રદીપ ખીમાણીએ બેંક ખોટમાંથી બહાર આવી નફો કરતી થયાનો અને વિકાસનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યાનું ગોૈરવ વ્યકત કર્યુ છે. તેમણે અકિલાની મુલાકાત પ્રસંગે તેમણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં બેંકની ગોૈરવગાથા વર્ણવી હતી. શ્રી પ્રદીપ ખીમાણીએ જણાવેલ કે સતત છ વર્ષ (૨૦૧૫-૧૬ થી ૨૦૨૦-૨૧) ખોટ કરતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં ૩૭૮૫ કરોડ રૂપિયાનો નફો કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વડપણ હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) મારી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓલ ઇન્ડિયા ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી (તા. ૨૧/૧૨/૨૦૨૧ થી ૨૦/૧૨/૨૦૨૪) (પુન નિમણુંક તા. ૧૧/૪/૨૦૨૫) ત્યારબાદ મેં ખીમાણીએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ જોડે અવારનવાર નફા- ખોટના કારણો, ખર્ચ અને આવક અંગે મીટીંગો યોજી વિષયને સમજી બેંકની બોર્ડ મિટિંગમાં તેમના મારા અનુભવના આધારે કરેલા સૂચનો અને માર્ગદર્શનના આધારે બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂપિયા ૩૭૮૫ કરોડનો નફો કર્યો છે. અભ્યાસુ,અનુભવી અને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોપાય તો કેવા પરિણામો આવી શકે છે તેનું ઉદાહરણ પ્રદીપભાઇ ખીમાણી છે.
આમ સતત છ વર્ષ ખોટ કર્યા બાદ છેલ્લા ચાર વર્ષથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સતત નફો કરી રહે છે જે ગૌરવની બાબત છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીરેકટરો તથા ઓફિસરો અને કર્મચારીઓની મહેનત તથા માર્ગદર્શનના કારણે ભારતની સૌથી જૂની સ્વદેશી બેંક (સ્થાપના વર્ષ ૧૯૧૧) છેલ્લા ચાર વર્ષથી સતત નફો કરતી હોય શેર હોલ્ડરો તથા કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી છે અને બેંકે આ વર્ષે છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વખત ૫ ટકા ડિવિડન્ડ જાહેર કરવાનો નિર્ણય કરેલ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માં બેંકનો બીઝનેસ ૭૦૪૪૮૫ કરોડ રૂપિયા થયો છે. બેન્કનું નેટ NPA ૦.૪૯ ટકા થયું છે.
૨૦૨૫-૨૦૨૬ નાં નાણાંકીય વર્ષના ફર્સ્ટ ક્વાર્ટર (પ્રથમ ત્રણ માસમાં) બેંકે ૨૩૦૪ કરોડ રૂપિયાનો ઓપરેટીંગ પ્રોફીટ તથા ૧૧૬૯ કરોડ રૂપિયાનો નેટ પ્રોફીટ કરેલ છે. બેંકના એક્ટીવ કસ્ટમરની સંખ્યા ૮ કરોડનો આંક વટાવી ગઈ છે. બેંકે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નાં પ્રથમ કવાર્ટરમાં વિક્રમજનક નફો કરતા બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરીમ- ડિવિડન્ડપણ જાહેર કર્યું છે તેમ પ્રદિપ ખીમાણીએ જણાવ્યું હતું.(૬.૧૮)
સેન્ટ્રલ બેન્કના છેલ્લા દસ વર્ષના નફા નુકસાનની વિગતો
ર૦૧પ-૧૬ ૧૪૧૮ કરોડ રૂ. ખોટ
ર૦૧૬-૧૭ ર૪૩૯ કરોડ રૂ. ખોટ
ર૦૧૭-૧૮ ૫૧૦૫ કરોડ રૂ. ખોટ
ર૦૧૮-૧૯ ૫૬૪૧ કરોડ રૂ. ખોટ
ર૦૧૯-૨૦ ૧૪૧૮ કરોડ રૂ. ખોટ
ર૦૨૦-૨૧ ૮૮૮ કરોડ રૂ. ખોટ
પ્રદિપભાઇ ખીમાણીની બેîકમાં નિમણુંકની તારીખ તા. ર૧-૧ર-ર૦ર૧
ર૦૨૧-૨૨ ૧૦૪૫ કરોડ રૂ. નફો
ર૦૨૨-૨૩ ૧૫૮૨ કરોડ રૂ. નફો
ર૦૨૩-૨૪ ૨૫૪૯ કરોડ રૂ. નફો
ર૦૨૪-૨૫ ૩૭૮૫ કરોડ રૂ. નફો
(4:26 PM IST)










