News of Tuesday, 12th August 2025
શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે અખંડ રામધૂનના ૪૯માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ગુરૂવારે રાત્રે વિશેષ રામધૂન
રામનામ કે હીરેમોતી ફેઇમ અશોકભાયાણી રામરસમાં ધર્મપ્રેમીઓને લીન કરશે

રાજકોટ તા. ૧૨ : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂ. સદ્દગુરૂદેવશ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણાથી છેલ્લા ૪૮ વર્ષથી શ્રી અખંડરામધૂન ચાલી રહી છે. જેનો તા.૧૪-૮-૨૦૨૫ના ગુરૂવારે ૪૯માં વર્ષમાં મંલ પ્રવેશ થઇ રહ્યો હોય આ પ્રસંગે રામનામ કે હીરે મોતી ફેઇમ અશોકભાઇ ભાયાણીના કંઠે વિશેષ રામધુનનું આયોજન કરાયુ છે. આ વિશેષ ધૂન રાત્રે ૯ થી ૧૨ સુધી રાખેલ છે. આ રામધૂનમાં સૌકોઇએ પધારવા શ્રી સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ (મો.૯૫૮૬૩ ૦૮૧૭૮)ની યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે.
(4:46 PM IST)










