તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 13th August 2025
રાજકોટ જીલ્લામાં જૂગારના પ દરોડામાં ર મહિલા સહિત રપ બાજીગરો પતા ટીંચતા પકડાયા
ઉપલેટામાં ૧૧, ભાયાવદરના સૈયદ કલારીયા ગામે ૩, જામકંડોરણાના રાયડી ગામે ર, લોધીકાના તરવડા ગામે પ અને ગોંડલમાં ર મહિલા સહિત ૪ જૂગાર રમતા પકડાયા

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ જીલ્લામાં જૂગારના પ દરોડામાં ર મહિલા સહિત રપ બાજીગરો પતા ટીંચતા પકડાયા હતાં.
પ્રથમ દરોડામાં ઉપલેટા પોલીસે કોટેજ હોસ્પીટલ સામે વાલ્મીકી વાસ ખોડીયાર માતાજી મંદિર પાસે જાહેર શેરીમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) મહેશ નાનજીભાઇ ઢાંકેચા ધંધો સફાઇ કામદાર (ર) સુરેશ રમેશભાઇ વાઘેલા ધંધો મજૂરી રહે. (૩) રાજૂ ખીમજીભાઇ વાઘેલા ધંધો સફાઇ કામદાર (૪) ગીરીશ દિનેશભાઇ બારૈયા ધંધો સફાઇ કામદાર (પ) લાલજી ખીમજીભાઇ વાઘેલા ધંધો સફાઇ કામદાર રહે. (૬) કુંદન કાન્તીભાઇ વાઘેલા ધંધો પ્રા. નોકરી (૭) ખીમજી લક્ષ્મણભાઇ ગોહેલ ધંધો પ્રા. નોકરી, (૮) વિશાલ બાબુભાઇ પરમાર ધંધો મજૂરી (૯) દિવ્યેશ ધનજીભાઇ રાઠોડ ધંધો પ્રા. નોકરી, (૧૦) મોહન ખીમજીભાઇ વાઘેલા ધંધો મજૂરી ઉપલેટા વાલ્મીકીવાસ હોસ્પીટલ, તથા (૧૧) ફકીર મુળજીભાઇ વાઘેલા ધંધો મજૂરી રહે. તમામ ઉપલેટા વાલ્મીકીવાસ કોટેજ હોસ્પીટલની સામે ને રોકડા રૂા. ૧પ૦૮૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
બીજા દરોડામાં ભાયાવદર પોલીસે સૈયદ કલારીયા ગામ મસ્જિદવાળી શેરીમાં રેઇડ કરી જુગાર રમતા (૧) મામદ અમીદમીયા કાદરી ધંધો.મજુરી (ર) મુનાફ મામદભાઇ સોરા ધંધો.મજુરી તથા (૩) ગફારમીયા ઇકબાલમીયા કાદરી ધંધો.મજુરી રહે.ત્રણેય સૈયદ કલારીયા તા.ઉપલેટા ને રોકડા રૂા.૪૨૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં જામકંડોરણા પોલીસે રાયડી ગામે પરા વિસ્તાર ટાવર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ઘનશ્યામ ઉર્ફે ઘનો શંકરભાઇ બાવળીયા ધંધો. મજુરી તથા (ર) રમેશ ઉર્ફે ઘુઘો ગાંડુભા મકવાણા ધંધો.શાકભાજીનો વેપાર રહે.બંન્ને રાયડી તા.જામકંડોરણાને રોકડા રૂા.૧૨૨૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ચોથા દરોડોમાં લોધીકા પોલીસે તરવડા (હરીપર) ગામે બાપા સીતારામ મંદિરની સામેની જાહેર શેરીમા઼ રેઇડ કરી જુગાર રમતા (૧) પૃથ્વીરાજસિંહ અશોકસિંહ જાડેજા (ધંધો-ડ્રાઇવીંગ) (ર) શામી બાબુભાઇ વાવૈયા (ધંધો- ચા ની હોટલ) (૩) મહેશ જીવાભાઇ માટીયા (ધંધો ચાની હોટલ) (૪) સુરેશ ભીખાભાઇ મકવાણા (ધંધો- મંજરી કામ ) તથા (પ) રાહુલ રાજુભાઇ સોલંકી (ધંધો -મજુરીકામ) રહે. તમામ તરવડા (હરીપર) તા. લોધીકા ને રોકડા રૂા. ૩૦૧૪૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.
પાંચમાં દરોડામાં ગોંડલ બી-ડીવીઝન પોલીસે ગોંડલ આશાપુરા ચોકડીથી આગળ ગોલ્ડન સીટી રેસીડેન્સીથી નજીક રોડની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧)વિજય ગણતભાઇ રાઠોડ (ઉ.વ.પ૧) ધંધોં મુજરી રહે. ભોજપરા ગામ ગુરૂદત્તા મંદિરનીબ ાજુમાં, (ર) પ્રિયાંશુ દીપકભાઇ સાંપ - ધંધો મંજુરી રહે.ગોંડલ ને હા. રોડ રામપીરના મંદિરની બાજુમાં રામદેવ ટાઇલ્સ વાળા ડેલામાં (૩) અસ્મતાબેન જીતેન્દ્રભાઇ માધાભાઇ સોલંકી રહે. ગોંડલની સીટી ગેઇટની બાજુમાં તથા (૪) પ્રભાબેન ભુપતભાઇ સોલંકી રહે. ગોંડલ ગોલ્ડન સીટી ગેઇટની બાજુમાં ઝુપડાને રોકડા રૂા. ૪પપ૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:53 AM IST)










