News of Wednesday, 13th August 2025
આનંદોઃ જન્માષ્ટમીથી મેઘરાજા કરશે ધમાકેદાર પધરામણીઃ આજે વહેલી સવારે લો પ્રેશર સિસ્ટમ રચાઇઃ ૨૪ કલાકમાં વેલમાર્કમાં ફેરવાશે
જાણીતા વેધર એનાલીસ્ટ ગોૈરવ રાણીંગાની આગાહીઃ ૧૬ થી ૨૨ ઓગષ્ટ દરમિયાન ગુજરાતના ૭૦ ટકા વિસ્તારમાં ૧ાા થી પાંચ ઇંચ ખાબકશે ૩૦ ટકા વિસ્તારોમાં ૫ થી ૮ ઇંચ તો સીમીત વિસ્તારોમાં ૮ ઇંચથી વધૂ એવો અતિભારે વરસાદ પડશે

રાજકોટ તા.૧૩: જૂનાગઢના અને સોરાષ્ટ્રના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગોૈરવ રાણીંગાએ પોતાને એક આગાહીમાં ઉમેર્યું હતું કે, આનંદો જન્માષ્ટમીથી મેઘરાજા કરશે ધમાકેદાર પધરામણી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ રચાઈ. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડની આગાહી તેમણે કરી છે.
હવામાનની દ્રષ્ટીએ હાલ સક્રિય સિસ્ટમ અને બીજા પરિબળો ઉપર નજર કરીએ તો અત્યારે ચોમાસાની ધરી ભટિંડા, અંબાલા, બરેલી, વારાણસી, ડાલ્ટનગંજ, ઝારસુગુડા અને ત્યાંથી દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પヘમિ મધ્ય અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના ઉત્તરપヘમિ બંગાળની ખાડી પર લો પ્રેશર સિસ્ટમના કેન્દ્ર સુધી પસાર થાય છે.
પヘમિ મધ્ય બંગાળની ખાડી અને તેને લાગુ વિસ્તારો પર રહેલા અપર એર સાયક્લોનિક સકર્યુલેશન (UAC) ના પ્રભાવ હેઠળ, આજે ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે ૦૫.૩૦ વાગ્યે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારા પર પヘમિ મધ્ય અને ઉત્તરપヘમિ બંગાળની ખાડીના વિસ્તારો ઉપર એક લો પ્રેશર રચાયું છે.આ લો પ્રેશર સિસ્ટમ સાથે સંકળાયેલ UAC સરેરાશ સમુદ્ર સપાટીથી વાતાવરણ ની ૭.૬ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને ઉંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળેલું છે. આ સિસ્ટમ પヘુિમ-ઉત્તરપヘમિ દિશા તરફ આગળ વધવાની અને આગામી ૨૪ કલાક દરમિયાન વધુ મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આગામી ૪૮ કલાક દરમિયાન તે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના વિસ્તારો તરફ આગળ વધશે.
ઉત્તરપヘમિ ઉત્તર પ્રદેશ ઉપર પણ એક અપર એર સાયક્લોનિક સકર્યુલેશન છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી ઉપર સુધી ફેલાયેલું છે.
એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પヘમિ મધ્ય અને ઉત્તર પヘમિ બંગાળની ખાડીમાં રહેલા લો પ્રેશર સિસ્ટમ સુધી પસાર થાય છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી ઉપર લો પ્રેશર સિસ્ટમ સાથે સંકળાયેલો છે.
ઉત્તર આંતરિક કર્ણાટક અને લાગુ વિસ્તારો ઉપર રહેલું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી વાતાવરણની ૫.૮ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે જે આગામી દિવસોમાં ઉતર પヘમિ ભારતના ગુજરાત સહિતના વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ૧૫ ઓગષ્ટ થી આ સિસ્ટમની અસર શરૂ થઈ શકે અને દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થવાની સાથે ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તેવો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અનુકૂળ પરિબળોને લઈને વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના છે જેમાં ૧૬ થી ૨૨ ઓગષ્ટ દરમ્યાન ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને સાથે કેટલાક વિસ્તારોમાં ભારે તો જૂજ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે.
વરસાદની ટોટલ માત્રા ૧૬ થી ૨૨ ઓગષ્ટ દરમ્યાન ગુજરાતના ૭૦% વિસ્તારોમાં દોઢ થી પાંચ ઇંચ સુધી જોવા મળે તેમજ બાકીના ૩૦% વિસ્તારોમાં પાંચ થી આઠ ઇંચ તો સીમિત અતિભારે વરસાદના વિસ્તારોમાં આઠ ઇંચ થી વધુ એવો અતિભારે વરસાદ જોવા મળી શકે. હાલના અનુમાન મુજબ વરસાદનું વધુ જોર દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો તેમજ દક્ષિણ પヘમિ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા લાગુ જિલ્લાઓના વિસ્તારો અને કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેમાં સિસ્ટમના ટ્રેક મુજબ ફેરફાર થઈ શકે છે. સિસ્ટમ જેમ આગળ વધશે તે મુજબ વધુ અપડેટ આપવામાં આવશે.
વેધર બાય ગૌરવ રાણીંગા
નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ઉપર આધાર રાખવો.
(3:19 PM IST)










