News of Thursday, 14th August 2025
મેહુલનગર, રઘુવીર પાર્ક અને રૈયાધારમાં ઘરમાં-જાહેરમાં પત્તા ટીચતા ૨૩ પકડાયા
તરૂલત્તાબેન ઝીંઝુવાડીયા અને રણજીત સવાસવડીયા ઘરમાં રમાડતાં હતાં: એક સગીર પણ જૂગટુ રમતો મળતાં વાલીને બોલાવી સોંપી દેવાયોઃ ભક્તિનગર, બી-ડિવીઝન, યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: શહેરમાં શ્રાવણીયા જૂગારના દરોડાનો દોર યથાવત રહ્યો હતો. ત્રણ સ્થળે પડેલા દરોડામાં ૨૩ પત્તાપ્રેમીઓ પકડાયા હતાં. જેમાં એક સગીર છોકરો પણ સામેલ હતો. ભક્તિનગર પોલીસે મેહુલનગરમાં મહિલા સંચાલીત જૂગારધામમાં, બી-ડિવીઝન પોલીસે રઘુવીર પાર્કમાં એક શખ્સ સંચાલીત જૂગારધામમાં દરોડો પાડયો હતો. જ્યારે યુનિવર્સિટી પોલીસે જાહેરમાં રમવા બેઠેલા શખ્સોને પકડયા હતાં.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ મેહુલનગર-૬માં કુળદેવી કૃપા નામના મકાનમાં દરોડો પાડી અહિ રેહતી તરૂલત્તાબેન પ્રમોદભાઇ ઝીંઝુવાડીયા તથા સંત કબીર રોડ બાલકૃણ સોસાયટી ગુ.હા. બોર્ડના મીનાબા મહાવીરસિંહ ગોહિલ, દક્ષાબા જીતેન્દ્રસિંહ ચુડાસમા, કેવડાવાડી મેઇન રોડના નયનાબેન ભરતભાઇ ઠક્કર, આનંદનગર ક્વાર્ટરના મયુરીબેન ગિરીશકુમાર રાધલપુરા, મેહુલનગરના અંજનાબેન દેવેનભાઇ પારેખ, બાલકૃષ્ણ સોસાયટી ક્વાર્ટરના અશોકસિંહ રામભા ઝાલા, અલ્કાપુરી સોસાયટી-૨ના જાવેદ અનવરભાઇ મીરા, એક ૧૭ વર્ષના સગીરાને પકડી લઇ રૂા. ૧૬૬૦૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પીએસઆઇ એમ. એન. વસાવા, રવિભાઇ રત્નુ સહિતે આ કામગીરી પીઆઇ એમ. એમ. સરવૈયાના માર્ગર્દશન હેઠળ કાર્યવાહી કરી હતી. સગીરને તેના વાલીને બોલાવીને સોંપાયો હતો.
તેમજ બીજા દરોડામાં બી-ડિવીઝન પોલીસે જુના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે રઘુવીર પાર્ક-૩માં રહેતાં રણજીત વજુભાઇ સવાસડીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા તેના ભાઇ રવિ વજુભાઇ સવાસડીયા, રઘુવીર પાર્ક-૨ના મોૈલિક પ્રવિણભાઇ બોરડ, વિવેક પ્રવિણભાઇ બોરડ, જયસુખ વાઘજીભાઇ રાઠોડ, નંદુબાગ-૩ના ભુપત બીજલભાઇ ભીલ અને અયોધ્યા પાર્કના કૈલાસ ઉકાભાઇ દેત્રોજાને જૂગાર રમતાં પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૬૭૮૦ કબ્જે કર્યા હતાં. પીએસઆઇ ડી. બી. ગાધે, ક્રિપાલસિંહ, મહેુલભાઇ સહિતના સ્ટાફે પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં આ કામગીરી કરી હતી.
જ્યારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર સ્લમ ક્વાર્ટર કનૈયા ચોકમાં જાહેરમાં બેસી જૂગાર રમી રહેલા સ્લમ ક્વાર્ટરના અજય બાલકૃષ્ણભાઇ ચોૈહાણ , જીવંતીકાનગરના મુન્ના મોહનભાઇ રાઠોડ, રૈયાધારના હરિશ હીમતભાઇમહીડા, શાષાીનગરના ગોૈતમ અનિરૂધ્ધભાઇ યાદવ, ધરમનગર-૧૪ના રમેશ ગુરેખભાઇ સુના, રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપના વિશાલ હરેશભાઇ યાદવ અને રૈયાધારના સંજય બીજલભાઇ સાટીયાને પકડી લઇ રૂા. ૨૭૮૮૦ની રોકડ કબ્જે કરાઇ હતી. વિરદેવસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, ગોપાલસિંહ જાડેજા સહિતે પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં આ કામગીરી કરી હતી.
(3:56 PM IST)










