News of Thursday, 14th August 2025
દેશને આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓ- મહાનુભાવોના
સ્વપ્નો આજે ખરા અર્થમાં સાકાર થઇ રહયા છે શહેરીજનોને ૭૯મા ‘સ્વાતંત્ર્ય પર્વ'ની શુભેચ્છા પાઠવતા મનપાના પદાધિકારીઓ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૧૫ ને શુક્રવારના રોજ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉજવણી કરવામાં આવશે. આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમન સુરેન્દ્રસિંહ વાળા ૭૯મા ‘‘સ્વાતંત્ર્ય પર્વ''ની શહેરીજનોને શુભેચ્છા પાઠવી જણાવેલ કે, ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી ૧૫ ઓગસ્ટ-૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળી ત્યારથી આપણું રાષ્ટ્ર આ દિવસને ‘‘સ્વાતંત્ર્ય દિવસ'' તરીકે ગૌરવભેર ઉજવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આ ૭૯મા ‘‘સ્વાતંત્ર્ય પર્વ''ની હર્ષભેર ઉજવણી કરવા અને મહામૂલી આઝાદીનું ગૌરવ જાળવવા દેશભક્તિના કાર્યોમાં પોતાનું આગવું યોગદાન આપે તેવું અંતમાં જણાવી ફરી એક વખત ‘‘સ્વાતંત્ર્ય પર્વ''ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.(
(3:53 PM IST)










