<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ન્‍યારા પાસે બે ટુવ્‍હીલર અથડાતાં રૈયાધારના રંજનબેનનું મોત, દિકરો દિલીપ સારવારમાં

ભાઇને રાખડી બાંધી સરપદડથી પરત આવતી વખતે બનાવ બન્‍યો'તોઃ સારવારમાં દમ તોડતાં વઢવાણીયા પરિવારમાં ગમગીનીઃ દાદીના ખોળામાં બેઠેલા દોઢ વર્ષના પોૈત્રનો ચમત્‍કારીક બચાવ

રાજકોટ તા. ૧૪: પડધરીના ન્‍યારા પાસે બે ટુવ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા રૈયાધારના માતા-પુત્રને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જે પૈકી માતાનું મોત નિપજ્‍યું છે. આ મહિલા રક્ષાબંધન નિમીતે પડધરીના સરપદડ ગામે અઢાર વર્ષના દિકરાના બાઇકમાં બેસી ભાઇને રાખડી બાંધવા ગયા હતાં.ત્તેમની સાથે દોઢ વર્ષનો પોૈત્ર પણ હતો. પરત રાજકોટ આવતી વખતે બીજુ વાહન સામેથી અથડાતાં આ બનાવ બન્‍યો હતો.જાણવા મળ્‍યા મુજબ રૈયાધારમાંૅ રહેતાં રંજનબેન પ્રવિણભાઇ વઢવાણીયા (ઉ.વ.૪૫)  સરપદડ ગામે પોતાના ભાઇને રાખડી બાંધવા ગયા હતાં. ત્‍યાંથી ૧૦મીએ રાતે પરત રાજકોટ આવવા પોતાના દિકરા દિલીપ (ઉ.વ.૧૮)ના બાઇક પાછળ બેઠા હતાં. સાથે તેમણે ખોળામાં ૧ાા વર્ષના પોૈત્ર પિન્‍ટુને બેસાડયો હતો. તેઓ ન્‍યારા નજીક પહોંચ્‍યા ત્‍યારે સામેથી એક એક્‍ટીવા તેમના બાઇક સાથે અથડાતાં એકટીવા ચાલક અને બાઇક પર સવાર માતા-પુત્ર-પોૈત્ર પણ ફંગોળાઇ ગયા હતાં. જેમાં માસુમ પોૈત્રનો ચમત્‍કારીક બચાવ થયો હતો. બાકીના ત્રણને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સારવાર દરમિયાન રંજનબેનનું આજે વહેલી સવારે મૃત્‍યુ થતાં વઢવાણીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. તેમને સંતાનમાં ચાર દિકરા અને બે દિકરી છે. રંજનબેન પતિ સાથે બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે પડધરી પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૫)

(3:15 PM IST)