<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પોલીસ હેડક્‍વાર્ટર ખાતે ધ્‍વજવંદન સહિતના કાર્યક્રમઃ ડીસીપી, એસીપીની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્‍યું

 

રાજકોટઃ આવતી કાલે સ્‍વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્‍ટની ઉજવણી અંતર્ગત રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે ધ્‍વજવંદન સહિતના અનેક કાર્યક્રમો, ખાસ પરેડ યોજાશે. આ પરેડનું આજે હેડક્‍વાર્ટર ખાતે રિહર્સલ કરવામાં આવ્‍યું હતું. જેમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી હેડકવાર્ટર પઠાણ તેમજ તમામ પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. આવતીકાલે પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતની હાજરીમાં ધ્‍વજવંદન સહિતના કાર્યક્રમો યોજાશે. (ફોટોઃ અભીજીત બગથરીયા)

(3:15 PM IST)