<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાજકોટમાં શ્રી ભીલ પંચ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણીઃ આદિવાસી સંસ્‍કૃતિની ઝાંખી કરાવતી વિશાળ રેલી નીકળી

 

પરંપરાગત ગીત-સંગીતના તાલે નિકળેલી આ રેલીમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો જોડાયાઃ કાર્યક્રમને સફળ બનાવવા ભીલ પંચના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં ૯મી ઓગસ્‍ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્‍યારે રાજકોટમાં શ્રી ભીલ પંચ રાજકોટ દ્વારા આ દિવસની ભવ્‍ય અને યાદગાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ અને આકર્ષક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.

આ રેલી દરમિયાન આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા અને સંસ્‍કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી ગીત-સંગીતના તાલે નિકળેલી આ રેલીમાં લોકો ઉત્‍સાહભેર નાચતા-ગાતા જોવા મળ્‍યા હતા. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજ પોતાની સંસ્‍કૃતિ અને ઓળખને ઉજાગર કરી રહ્યો છે.

આ ભવ્‍ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્‍ત ભીલ પંચ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં દર્શનભાઈ ભીલ, રમેશભાઈ કોલી, ઉત્તમભાઈ રાઠોડ, મનોજ દુબલ, જીતુભાઈ વાઘેલા, અમિતભાઈ ચૌહાણ, ભાવનાબેન લિડિયા, રાજુભાઈ લિડિયા, ગોરધનભાઈ વાઘેલા, કૃણાલભાઈ કડવાતર, મહેશભાઈ વાઘેલા, આયુષભાઈ વાઘેલા, રીતિકભાઈ રાઠોડ, હિતુભાઈ બિલવાલ, મુકેશભાઈ ભૂરિયા, મેરૂભાઈ પરમાર, સુનીલભાઈ ભૂરિયા, દિનેશભાઈ ખરાડી, સુરેશભાઈ ખરાડી, પ્રકાશભાઈ ખરાડી, રાજેશભાઈ ભૂરિયા, વિજય ડામોર, નાનુભાઈ ભૂરિયા, પ્રકાશ ડામોર, ધવલભાઈ રાઠોડ, કલ્‍પેશભાઈ રાઠોડ, મીતભાઈ રાઠોડ, મહેશભાઈ માવી, અમિત રાઠોડ, કેવલભાઈ ચૌહાણ, વિજયભાઈ વાઘેલા, વિજયભાઈ રાઠોડ, દિનેશભાઈ મે, રણજીતભાઈ ભેમિયાતર, વિશાલભાઈ ચૌહાણ, વેદાંતભાઈ પેગ્‍યાતર, વિશેષભાઈ પેગ્‍યાતર, દેવભાઈ કોલી, વિનોદભાઈ ભમાત, દિનેશભાઈ વાઘેલા, અભયભાઈ, મીત વાઘેલા, મહેન્‍દ્રભાઈ મે અને પ્રતાપભાઈ મે સહિતના અનેક કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની અથાગ મહેનત અને આયોજનના કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

(3:53 PM IST)