<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

કોઠારીયા સોલવન્‍ટ સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ કારખાનામાંથી ૫૨ હજારના કોપર તારની ચોરીઃ પ્રકાશભાઇ ગેડીયાની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના કોઠારીયા સોલવન્‍ટ  રામેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં આવેલા કારખાનામાં ચોર ત્રાટકી શટરના તાળા તોડી અંદર પ્રવેશી રૂા. ૫૨ હજારનો કોપરનો તાર ચોરી જતાં આજીડેમ પોલીસમાં જાણ કરવામાં આવી છે.

આ બારામાં આજીડેમ પોલીસે કારખાનેદાર ગોંડલ રોડ લિજજત પાપડ પાછળ માધવ રેસીડેન્‍સી વિભાગ-૪ શેરી નં. ૬માં રહેતાં પ્રકાશભાઇ પ્રવિણભાઇ ગેડીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. પ્રકાશભાઇએ જણાવ્‍યું છે કે મારે રામેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં સરદાર ગોૈશાળા સામે કોઠારીયા સોલવન્‍ટમાં સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે સબ મર્શીબલ પંપનું કારખાનુ છે. આ પંપ બનાવવા માટે કોપરના તારનો ઉપયોગ થાય છે. ૧૩/૮ના રોજ હું કારખાને ગયો નહોતો. મારા કુટુંબી ભાઇઓ હાજર હતાં. ૧૪મી સવારે કારખાનાના શટરના તાળા તૂટેલા હોવાની જાણ થતાં ત્‍યાં પહોંચી તપાસ કરતાં કોઇ ચોર અંદર ઘુસી રૂા. ૫૨ હજારનો કોપર તાર ચોરી ગયાની ખબર પડી હતી. તેમ વધુમાં પ્રકાશભાઇએ કહેતાં હેડકોન્‍સ. કે. વી. બાલાસરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:32 PM IST)