News of Friday, 15th August 2025
સોશિયલ મિડીયામાં સરકાર વિરોધી, હિન્દુ વિરોધી પોસ્ટ કેમ મુકે છે? તારો ઇલા જ કરવો પડશે, ખોવાઇ જઇશ, તને ઉપાડી લેવો છે...સમાજ સેવા મુકી દે...ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતાં સમાજ સેવક ડી. ડી. સોલંકીને ધમકી
યુનિવર્ર્સિટી પોલીસે યશ ગજ્જર અને અજ્જુ નાયક નામની આઇડીના ધારકો વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના એક સમાજ સેવકને ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેણે મુકેલી સ્ટોરીને પગલે બે શખ્સોએ ગાળો દઇ ધમકાવી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે દોઢસો રીંગ રોડ શિતલ પાર્ક સામે શહિદ સુખદેવ ટાઉનશીપ ફલેટ ન. જી-૨/૭૦૫માં રહેતાં સમાજ સેવાનું કામ કરતાં દિલીપભાઇ ધીરૂભાઇ સોલંકી (ડી. ડી. સોલંકી) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી પોલીસે બે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ડી.ડી. સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મેં મારા ઘરે હતો ત્યારે ૧૯/૫ના રોજ સિહોરની એક ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક સ્ટોરી મુકી હતી. તેના અનુસંધાને અજ્જુ નાયક નામની આઇડીના ધારકે મને ઇન બોક્સમાં મેસેજ કરી બિભત્સ ગાળો ભાંડીહતી. તેમજ અસંખ્ય ગાળોના મેસેજ મોકલ્યા હતાં. જેના તેણે સ્ક્રની શોટ લઇ લીધા હતાં. બાદમાં ૨૦/૫ના રોજ યશ ગજ્જર નામની આઇડીના ધારકે પણ આ સ્ટોરીને પગલે હસીમજાક કરતો હોય તેવો મેસેજ કર્યો હતો. બાદમાં આ આઇડીના ધારકે ફોન કરી કહેલુ કે હું અમદાવાદ બોપલથી બજરંગદળમાંથી બોલુ છું તેમ કહી ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે તું કેમ મારા મિત્રને દબાવતો હતો? સોશિયલ મિડીયામાં સરકાર વિરોધી અને હિન્દુ વિરોધી પોસ્ટ કેમ મુકે છે? તારો ઇલાજ કરવો પડશે, સમાજ સેવા મુકી દે નહિતર જીવતો નહિ રહેવા દઇએ, ક્યાંક ખોવાઇ જજઇશ તેમ કહી જ્ઞાતિ વિરૂધ્ધ એલફેલ બોલી અપમાન કર્યુ હતું. આ વાતચીતનું રેકોર્ડીંગ કરી લીધુ હતું.
આ પછી યશ ગજ્જરને મારા મિત્ર જીજ્ઞેશ રાઠોડને ફોન કરતાં તેને પણ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે જેમતેમ બોલી સંવિધાન વિશે પણ અપમાનીત થાય તેવા શબ્દો કહ્યા હતાં. આ પછી પણ યશ ગજ્જરે વ્હોટસએપ કોલ કરી મેસેજ કરી ગાળો દીધી હતી અને તું વિધર્મી છો, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, તને બે મહિના પણ નહિ થવા દઉ ઉપાડી લઇશ. તેમ કહી ધમકી આપી હતી. જેથી ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં ડી. ડી. સોલંકીએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધતા એસીપીશ્રીની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે.
(12:32 PM IST)










