<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

કોલેજમાં ભણતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યુ પછી ‘હવે લગ્ન નહિ થાય' કહી પરત મુકી ગયોઃ નવલનગરના યશ ઝીંઝુવાડીયા વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ આ બનાવમાં માલવીયાનગર પોલીસે સગીરાના પિતાની ફયિરાદ પરથી નવલનગરમાં રહેતાં યશ ઝીંઝુવાડીયા વિરૂધ્‍ધ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયા બાદ હવે લગ્ન નહિ થાય તેમ કહી પરત મુકી જતાં અપહરણ, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં દિકરી-દિકરો છે. જેમાં સત્તર વર્ષની દિકરી કોલેજમાં અભ્‍યાસ કરે છે. ગત ૧૨/૮ના રોજ દિકરી ટયુશન ક્‍લાસમાંથી સાંજના સાડા છ સુધી ન આવતાં તેણીના મેડમને ફોન કરતાં તેણે આજે તમારી દિકરી આવી જ નથી તેમ કહેતાં દિકરીની તપાસ શરૂ કરી હતી. ત્‍યારબાદ યુવાને પોતાના પત્‍નિ ઘર કામ કરવા ગયા હોઇ તેના ભેગી કદાચ દિકરી હશે તેમ માને પત્‍નિને પૃછા કરતાં પત્‍નિએ પણ પોતાની સાથે દિકરી નહિ હોવાનું કહ્યું હતું. આ પછી શોધખોળ ચાલુ કરતાં રાતે સાડા અગીયાર આસપાસ તેણી પરત ઘરે આવી હતી. તેણીની પૃછા કરતાં કહ્યું હતું કે મને નવલનગરનો યશ ઝીંજુવાડીયા લગ્નની લાલચ દઇ ભગવતીપરામાં તેના કોઇ મિત્રના ઘરે લઇ ગયો હતો. બાદમાં તેણે હવે લગ્ન નહિ થાય તેમ કહી મને પાછી મુકી ગયો હતો. તેમ સગીરાએ કહેતાં તેણીને સાથે લઇ પિતા માલવીયાનગર પોલીસ સ્‍ટેશન પહોંચતા પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલે ગુનો દાખલ કરી વિશેષ કાર્યવાહી એસીપીશ્રીની રાહબરીમાં હાથ ધરી હતી.

(12:33 PM IST)