<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

રાજકોટ શહેર પોલીસ હેડક્‍વાર્ટરમાં અમુલ પાર્લર ચલાવતાં ઢગાએ દૂધ લેવા આવેલી ૧૧ વર્ષની બાળાનો હાથ પકડી બિભત્‍સ હરકતો કરીઃ પ્ર.નગર પોલીસે પોક્‍સો હેઠળ ગુનો નોંધી ખોખરો કર્યો

 

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર અમુક હવસખોર શખ્‍સો વિકૃતી આચરતાં હોય છે. માસુમ બાળાઓને હવસખોરીનો શિકાર બનાવી લેતાં હોય છે. આવા વધુ એક બનાવમાં શહેરના પોલીસ હેડક્‍વાર્ટરમાં અમુલ પાર્લર ચલાવતાં શખ્‍સે આઠમના દિવસે દૂધ લેવા આવેલી એક ૧૧ વર્ષની બાળા સાથે વિકૃતી આચરી હતી. આ બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે પોક્‍સો હેઠળ ફરિયાદ દાખલ કરી પાર્લર સંચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આશરે પચાસ વર્ષનો આ પાર્લરનો સંચાલક પેટા કોન્‍ટ્રાક્‍ટરમાં અમુલ પાર્લર ચલાવતો હોવાની વિગતો બહાર આવી છે.

આ બનાવ અંગે પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી પોલીસ હેડક્‍વાર્ટરમાં અમુલ પાર્લર ચલાવતાં જંકશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતાં આશરે પચાસ વર્ષના હરેશ દોલાનુમલ ગેહાણી વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૭૫, પોક્‍સો એક્‍ટની કલમ ૮ મુજબ ગુનો દાખલ કર્યો છે. બાળા આ પાર્લર ખાતે દૂધ લેવા માટે આવી ત્‍યારે ઢગા હરેશ ગેહાણીને તેણીનો હાથ પકડી લઇ શરીરે અડપલા કરી લીધા હતાં. તેમજ ગાલ ઉપર કિસ કરી છેડતી કરી લીધી હતી. આવુ થતાં બાળા ડઘાઇ ગઇ હતી અને બચીને ઘરે દોડી ગઇ હતી. તેણે પોતાની સાથે જે બન્‍યું તેની જાણ વાલીને કરતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ વી.આર. વસાવા, પીએઅસાઇ જે. એમ. જાડેજા અને સ્‍ટાફે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ હેડકવાર્ટરમાં ચર્ચાની વિગતો અનુસાર આ અમુલ પાર્લર જેને કોન્‍ટ્રાક્‍ટથી મળ્‍યું છે તેણે પેટા કોન્‍ટ્રાક્‍ટથી હરેશને ચલાવવા દીધાની ચર્ચા છે.

(12:45 PM IST)