તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
જય મચ્છો યુવા ગ્રુપ દ્વારા કૃષ્ણ ભગવાનની કૃતિઓ ખુલી મૂકાઈ : વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ
અંજલીબેન રૂપાણી, નીતીનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ અને કૌશીકભાઈ શુકલની પ્રેરક ઉપસ્થિતિ : સ્વ. વિજયભાઈ રૂપાણીને ‘પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો' ગીત સાથે પ્રેરક શ્રધ્ધાંજલી

રાજકોટ : ૧૦ વર્ષથી ભાવથી કાર્યરત જન્માષ્ટમીના શુભ પ્રસંગે છઠ્ઠના દિવસે જય મચ્છો યુવા ગ્રુપ દવારા આ વર્ષે પ૦ થી વધુ કાર્યકર્તાઓની ટીમ દવારા સુંદર મજાનો શણગાર તથા કળતિઓ તૈયાર કરવામાં આવેલ. દ્વારકાધીશ નગરી, કેદારનાથ ભગવાન મંદિર, ગોવર્ધન પર્વત ઉંચકી રહયા છે એવા કળષ્ણ ભગવાન, હિમાલય પર્વત, કળષ્ણ ભગવાન ઝુંપડી માં રહે છે એવું સુંદર મજાનું આરોપણ, હિંડોળા ઉપર બીરાજમાન કળષ્ણ ભગવાન, કળષ્ણ ભગવાનને સોેથી પ્રિય એવી ગૌમાતાઓની કળતિઓ તૈયાર કરવામાં આવેલ. આ પ્રસંગે મહેમાનશ્રીઓ શહેર ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, સામાજીક મહીલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજ અને વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ટ્રસ્ટી અને બ્રમઅગ્રણી શ્રી કૌશીકભાઈ શુકલ ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. મહેમાનોનું સાલ અને ગીતાજીના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમયે પૂર્વ મુખ્યમંત્રી જીવદયાપ્રેમી વિજયભાઈ રૂપાણી ને યાદ કરીને ‘પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો' ગીત સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ કળતિઓને મહેમાનશ્રીઓ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. શહેર ભાજપ અગ્રણી શ્રી નીતીનભાઈ ભારદ્વાજ દવારા પ્રથમ તો સ્વ. વિજયભાઈ રૂપાણીને યાદ કરીને રાજકોટ જ નહી પરંતુ ગુજરાતના વિકાસમાં સિંહફાળો છે જેમ કે પુલ, એઈમ્સ હોસ્પીટલ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, વિધવિવિધ યોજનાઓ વગેરે બાબતો જણાવવામાં આવેલ ત્યારબાદ જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટ શહેરનો કળષ્ણ ભગવાન ને યાદ કરીને ઉજવણીનો થનગનાટ બાબતે વિસ્તળત વાત જણાવવામાં આવેલ. આ સમયે વિમલભાઈ વોરા, હેતલબેન દોશી વગેર સેવાકીય સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહેલ.
જય મચ્છો યુવા ગ્રુપનાં સર્વે ઈન્દુભાઈ ચાવડીયા (મો.૯૯૦૪૯૩૯૦૩૦) ના માર્ગદર્શન હેઠળ બીજલભાઈ ગાંભવા, રમેશભાઈ ઝાપડા, કિશનભાઈ ટોયટા, રામભાઈ ટોયટા, દિનેશભાઈ સિરોલીયા, કનુભાઈ ફાંગલીયા, રવિભાઈ ચાવડીયા, હકિભાઈ ગમારા, યાસનીભાઈ શેખ, વિપુલભાઈ ગમારા અને શૈલેષભાઈ ગમારાએ ભારે જહેમત ઉઠાવેલ જન્માષ્ટમી આઠમનાં દિવસે રાત્રે ૧ર વાગ્યે મટકી ફોડ સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં અનેક ભાવિકોએ લાભ લીધેલ.
(1:24 PM IST)










