News of Wednesday, 20th August 2025
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૮૧મી જન્મજયંતિ : મનપાના પદાધિકારીઓ-કોર્પોરેટરો દ્વારા પુષ્પાંજલિ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૮૧મી જન્મજયંતિ નિમિતે એરપોર્ટ રોડ સામે, રેસકોર્ષ રિંગ રોડ પાસે આવેલ તેઓની પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને હોદેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુંગસીયા, વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, અગ્રણી ઘનશ્યામભાઈ કુગસીયા, સાંસ્કળતિક વિભાગના આસી.કમિશનર બી.એલ.કાથરોટીયા તથા સાંસ્કળતિક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.
(3:17 PM IST)










