<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જય સિયારામ મિત્ર મંડળ દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં ૧ર૦૦ કીટનું વિતરણ

 

રાજકોટઃ જય સિયારામ મિત્ર મંડળ હરીશભાઇ હરિયાણી (મો. નં. ૯૮૨૫૨  ૭૨૬૬૯) ની યાદીમાં જણાવેલ છે કે ઓગષ્‍ટ મહિનામાં ૧ર વખત અલગ અલગ જગ્‍યાએ સરકારી શાળાઓ વગેરેમાં જરૂરીયાતમંદોને કુલ ૧ર૦૦ કીટ તથા ર૦૦૦ જરૂરીયાતમંદોને દાતાઓના સહકારથી નાસ્‍તો કરવામાં આવ્‍યો હતો. સાતમ-આઠમ નિમિતે ફરસાણ અને મીઠાઇ જરૂરીયાતમંદોને દાતાઓના સહકારથી વિવિધ  વિસ્‍તારોમાં વિતરણ કરવામાં આવેલ કીટમાં રપ૦ ગ્રામ વેફર, રપ૦ ગ્રામ ફરાળી ચેવડો, રપ૦ ગ્રામ સક્કરપારા, રપ૦ ગ્રામ ફરસી પૂરી, રપ૦ ગ્રામ મોહનથાળ, રપ૦ ગ્રામ ચકરી તથા સનફિસ્‍ટ બીસ્‍કીટસાથેની બનાવેલ  આ તમામ કીટમાંથી ગુજરાત પર્યાવરણ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એસ્‍ટ્રોન  જનતા સોસાયટી ખાતે ર૩૦ કીટ, રાણકા ગામે કોઠારીયા રોડ નારણકા સરકારી સ્‍કુલ પાસે ૧ર૦ કીટ, આણંદપર કોઠારીયા રોડ સરકારી સ્‍કુલ ખાતે ૧૪૦ કીટ, લજ્‍જાઇ મોરબી ખાતે લજ્જઇકુમાર પ્રાથમિક શાળા ખાતે ૧૭૦ કીટ, વિજયનગર હડાળા મોરબી વિજયનગર પ્રાથમિક શાળા ખાતે ૭પ કીટ, હાથીખાના વિસ્‍તાર આંગણવાડીમાં પ૧ કીટ, સંત કબીર રોડ, સરદાર સ્‍કુલ સામે રાજકોટ સમર્પણ યંગ ગ્રુપમાં યોજાએલ કીટ વિતરણમાં ર૦૦૦ જરૂરીયાતમંદોને પૌવા બટેટા અને ચાનો નાસ્‍તો, પાંજરાપોળ ખાતે કામદાર ભાઇઓ બહેનોને ૭૦ કીટ વિતરણ, રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે સ્‍ટાફને ૩૦ કીટ, ગોંડલ રોડ રમણીક કુંવરબા વૃધ્‍ધાશ્રમ ખાતે ૬૦ કીટ, પરેડ દિવસ કણકોટ રામનગરમાં રામનગર પ્રા. શાળા ખાતે ૪પ કીટ, લક્ષ્મીવાડી સ્‍લમ કવાર્ટરમાં જરૂરીયાતમંદોને ર૦ કીટ વિતરણ કરવામાં આવેલ. સમગ્રસેવાકાર્યને સફળ બનાવવા માટે હરીશભાઇ હરીયાણી, પરેશભાઇ જનાણી, વિનુભાઇ મિષાી, ભરતભાઇ ભીંડા, નિશાંતભાઇ હરીયાણી, વિનોદભાઇ વાડોદરીયા, જયસુખભાઇ ગોહેલ, ભરતભાઇ મકવાણા, પંકજભાઇ ભટ્ટ, કિશનભાઇ જાની, નલીનભાઇએ જહેમત ઉઠાવેલ હતી.

(3:39 PM IST)