<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કુદરતની કમાલઃ શહેરના ત્રણેય ઝોનમાં વરસાદના આંકડામાં મોટો તફાવત

સવારે ૧૧ થી બપોરે ર દરમિયાન સેન્‍ટ્રલમાં ૩૮ મીમી, વેસ્‍ટમાં ૧૦૬ મીમી તથા ઇસ્‍ટમાં ૩૭ મીમી પાણી પડયું

રાજકોટઃ બહુ મથે માનવી ત્‍યારે વીધો માંડ પવાય, રઘુવીર રીજે રાજડા તે'દી નવખંડ લીલો થાય. આ કહેવત કુદરતની ક્ષમતા સામે કાળા માથાનો મનુષ્‍ય વામન હોવાનું પુરવાર કરે છે. ત્‍યારે રાજકોટના ત્રણ ઝોનમાં ઓછા-વતા વરસાદે પણ ઉકત કહેવત સાચી ઠેરવી છે.

શહેરમાં સવારે ૧૧ થી ૧ માં સેન્‍ટ્રલ ઝોન ર૬ મીમી, વેસ્‍ટ ઝોનમાં રપ તથા ઇસ્‍ટ ઝોનમાં ર૮ મીમી પાણી પડયું હતું. બપોરે ૧ર થી ૧ વાગ્‍યા સુધીમાં સેન્‍ટ્રલ ઝોન ર મીમી, વેસ્‍ટ ઝોનમાં ૭ર મીમી અને ઇસ્‍ટ ઝોનમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો.

જયારે બપોરે ૧ થી ર વાગ્‍યા સુધીમાં સેન્‍ટ્રલ ઝોનમાં ૯ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૬ મીમી તથા ઇસ્‍ટ ઝોનમાં ૮ મીમી સહિત કુલ સેન્‍ટ્રલમાં ૩૮ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૧૦૬ મીમી તથા ઇસ્‍ટ ઝોનમાં ૩૭ મીમી વરસાદ તંત્રમાં નોંધાયેલ. આમ અલગ અલગ વરસાદના આંકડાથી લોકોમાં પણ આヘર્ય સર્જાયું છે.(૬.૧૮)

(3:52 PM IST)