News of Thursday, 21st August 2025
પ.પૂ.બ્રહ્મલીન નારાયણ સ્વામીની ૨૫મી રજત નિર્વાણ તિથિ નિમીતે માંડવી કચ્છ ખાતે ભાગવત કથા
સપ્ટેમ્બરમાં ધર્મભીનું આયોજનઃ કથા દરમ્યાન સંતવાણી કાર્યક્રમોઃ ભજન-ભોજન પૂ.નારાયણ સ્વામીની જન્મભૂમિ રાજકોટ, પણ કચ્છને કર્મભૂમિ બનાવીઃ મહંત પૂ.શ્યામભારતી બાપુ

રાજકોટઃ પ.પૂ.બ્રહ્મલીન નારાયણ સ્વામીની ૨૫મી (રજત) નિર્વાણ તિથી નિમિતે શ્રીમદ ભાગવત દિવ્ય કથા બાપુની કર્મભુમિ માંડવી કચ્છ મધ્યે તા.૦૯/૦૯/૨૦૨૫ થી તા.૧૫/૦૯/૨૦૨૫ સુધી તા.૧૬/૦૯/૨૦૨૫ના શ્રી નારાયણ યજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસન શ્રી અશ્વીનભાઈ શાસ્ત્રી તેમની સંગીતમય કથાનું રસપાન કરાવશે. જેનો સમય સવારે ૯:૧૫ થી ૧૨:૧૫ તથા બપોરે ૩.૧૫ થી ૬:૧૫ વાગ્યા સુધી રહેશે.
કથા સ્થળ આર.એસ.એસ. (શાખા) ગ્રાઉન્ડ, બાબાવાડી માંડવી કચ્છ મધ્યે છે. આ ઉપરાંત નામાંકીત કલાકારો દ્વારા ભજન તા.૦૯/૦૯/૨૦૨૫, તા.૧૨/૦૯/૨૦૨૫ તથા તા.૧૫/૦૯/૨૦૨૫નું આયોજન કરેલ છે. આમ ભજન તથા ભોજન (મહાપ્રસાદ બન્ને ટાઈમ) રાખેલ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રેરકશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શ્રી મહંત શ્યામભારતીજી બાપુ (મો.૯૭૨૭૩ ૩૪૨૪૭), સામતસિંહ સોઢા ટ્રસ્ટી/પ્રમુખ (મો.૯૮૨૪૫ ૨૨૫૨૪), ચંદ્રકાંતભાઈ ચોથાણી ટ્રસ્ટી (મો.૯૮૭૯૬ ૭૦૭૭૭), કૈલાશદાન ભાઈ ગઢવી સી.એ (મો.૯૮૨૫૩ ૨૫૧૪૫), શૈલેષભાઈ મડીઆર ટ્રસ્ટીશ્રી (મો.૯૮૨૫૨ ૨૭૫૨૬), દેવરાજભાઈ ડોસા ગિલવા (ઝરપરા) ટ્રસ્ટીશ્રી (મો.૯૭૨૬૬ ૮૮૩૫૦), દીપક પી.સોની એડવોકેટ મંત્રીશ્રી (મો.૯૮૭૯૧ ૮૮૯૦૪), બ્રિજેસભાઈ ગૌસ્વામી એડવોકેટ ઉપપ્રમુખ (મો.૯૯૭૮૯ ૧૫૮૭૦), રાણશીભાઈ ગઢવી મોટાભાડીયા ઉપપ્રમુખ (મો.૯૮૭૯૦ ૫૧૫૨૭), ખેરાજભાઈ રાગ એડવોકેટ માંડવી બાર એસો. પ્રમુખ (મો.૯૮૭૯૦ ૨૯૭૧૯), વરજાંગ આર.ગઢવી ટ્રસ્ટીશ્રી (મો.૮૧૬૦૫ ૪૧૮૬૭), કરશનભાઈ જી.ગઢવી પત્રકાર (મો.૯૮૨૫૩ ૭૨૫૬૨), જીવરાજભાઈ ગઢવી કોડાય પત્રકાર (મો.૯૮૭૯૧ ૮૮૩૪૧) જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(2:53 PM IST)










