<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાવળ સમાજના સંત પૂ.રતનદાસબાપુની પુણ્‍યતિથિએ નિકળેલ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત

રાજકોટઃ સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા રાવળ સમાજના પરમ પૂજ્‍ય સંત શ્રી રતનદાસ બાપુની પુણ્‍યતિથિ નિમિતે ભવ્‍ય શોભાયાત્રા તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો શાસ્‍ત્રીમેદાન ખાતેથી પ્રારંભ થઈ યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ, ફૂલછાબ ચોક થઈ અકિલા કાર્યલયે પહોંચતા શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ. બાદ આ શોભાયાત્રા મોટી ટાંકી ચોક થઈ શાસ્‍ત્રી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ ધારાસભ્‍ય શ્રી ડો.દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ પુજારા, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી નેહલભાઈ શુક્‍લ, શ્રી જયશ્રીબેન ચાવડા, શ્રી પ્રકાશભાઈ ચાવડા, વોર્ડ નં. ૭ના પ્રમુખ શ્રી વિશાલભાઈ મંડાલીયા તથા રાજકોટ શહેર ભાજપ પરિવાર તેમજ કારડીયા રાજપૂત સમાજ મહેશભાઈ રાજપૂત તેમજ જીગ્નેશભાઈ ડોડીયા, સોની સમાજ જીગ્નેશભાઈ વાગડીયા, બડા બજરંગ મિત્ર મંડળ કલ્‍પેશભાઈભાઈ ગમારા, લોધા સમાજ કેતનભાઈ જરિયા, કોળી સેના અજયભાઈ ડાભી, આહીર સમાજ હેમંતભાઈ લોખીલ, ભૂદેવ સેવા સમિતિ તેજસભાઈ ત્રિવેદી અને મોનીશભાઈ જોશી તેમજ કશ્‍યપભાઈ ભટ્ટ, ભીલ સમાજ દર્શનભાઈ ભીલ, રઘુવંશી યુવા સેના ધવલભાઈ કાચરોલીયા, ભરવાડ સમાજ ભીખાભાઈ પડસારીયા, વાલ્‍મિકી સમાજ મુકેશભાઈ પરમાર અને પીન્‍ટુભાઇ પુરબીયા, ચારણ ગઢવી સમાજ પ્રવીણભાઈ ગોગીયા, મુસ્‍લિમ સમાજ  જનાબ હબીબભાઈ કટારીયા અને જનાબ ફારૂકભાઈ બાવાણી તેમજ શાહનવાઝભાઈ સિદ્દીક્કી, દલિત સમાજ - શ્રી ડી. બી. ખીમસુરિયાં સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આયોજનમાં સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા (૯૭૨૬૦૦૦૦૪૪), મુખ્‍ય કારોબારી રાજુભાઈ બોરાણા, નરેશભાઈ મેર, સુનિલભાઈ પેથાણી, ધર્મેશભાઈ સોઢા, લક્ષ્મણભાઈ પરમાર, અંકિતભાઈ બોડા, અમુભાઈ સોઢા તથા  ટ્રસ્‍ટના સભ્‍યો  કમલેશભાઈ મછોયા, રાજેન્‍દ્રભાઈ સોઢા, દિવ્‍યેશભાઈ ભોજક, મેહુલભાઈ ગોહેલ,ધર્મેશભાઈ ચૌહાણ. હિતેષભાઈ પેથાણી, અંકિતભાઈ ગોહેલ, કિશનભાઈ બોરાણા, મુન્નાભાઈ ભોજક, આનંદભાઈ ભોજક, સુનિલભાઈ બોરાણા, મનુભાઈ ગોહેલ, હરીશભાઈ જોગેલા, મનોજભાઈ મિયાત્રા, અભિષેકભાઈ રાઠોડ, આકાશભાઈ મકવાણા, હિતેનભાઈ કેસુર, રાહુલભાઈ કેસુર, અક્ષયભાઈ મછોયા, ભાવિનભાઈ પરમાર, રોહિતભાઈ મેર, લાલભાઈ ભોજક, મનીષભાઈ ગોહેલ, રાજભાઈ મિયાત્રા, તેજસભાઈ જાદવ, વિનુભાઈ ભોજક, અનિલભાઈ બોરાણા, અજયભાઈ બોરાણા, પ્રિતેશભાઈ બોરાણા, વિજયભાઈ મેર, રવિભાઈ મેર, ઉદયભાઈ મેર, ધાર્મિકભાઈ મેર, વિજયભાઇ બોડા, બકુલભાઇ રાઠોડ, પ્રકાશભાઇ જોગેલા, જોગીદાસ સરવૈયા, મનોજભાઈ મિયાત્રા, નિલેશભાઈ મિયાત્રા, જીતેન્‍દ્રભાઈ મિયાત્રા, મુકેશભાઈ બોડા, પ્રફુલભાઈ બોડા, જીતુભાઈ વાણીયા, વિવેકભાઈ (વિકી) બોડા, ચેતનભાઈ સરવૈયા તથા અન્‍ય સહભાગી થયા હતા

(3:30 PM IST)