<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સોશિયલ મિડીયાથી ૧૫ વર્ષની સગીરાને ફસાવીઃ કારમાં અપહરણ કરી જઇ બળાત્‍કાર ગુજાર્યો

ગાંધીગ્રામ પોલીસે કાર્તિક સાટીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ કરીઃ સગીરાને આરોપી પહેલા મેળામાં ફરવા લઇ ગયો પછી કોઇની ઘરે લઇ જઇ પોત પ્રકાશ્‍યું

રાજકોટ તા. ૨૦: સોશિયલ મિડીયા થકી સગીરાઓ, બાળાઓને ફસાવી લેવાના કિસ્‍સા વધી ગયા છે. આવા વધુ એક બનાવમાં શહેરમાં રહેતી ૧૫ વર્ષની બાળાને એક શખ્‍સે સ્‍નેપચેટ થકી ફ્રેન્‍ડ બનાવ્‍યા બાદ તેણીને જુના એરપોર્ટ રોડ પર બોલાવી ત્‍યાંથી મેળામાં ફરવા લઇ ગયા બાદ કારમાં અપહરણ કરી પોતાનું ઘર છે તેમ કહી અન્‍ય કોઇના ઘરે લઇ જઇ બે વાર બળાત્‍કાર ગુજારી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી કાર્તિક સબુરભાઇ સાટીયા વિરૂધ્‍ધ અપહરણ, બળાત્‍કાર, પોક્‍સો હેઠળ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્‍યું છે કે મારી સગીર વયની ૧૫ વર્ષની દિકરીને ૧૮/૮ના રોજ કાર્તિક સાટીયાએ મળવા બોલાવી મેળામાં ફરવા લઇ જઇ બાદમાં કારમાં અપહરણ કરી કોઇના ઘરે લઇ ગયોહ તો અને બળજબરીથી બે વાર શરીર સંબંધ બાંધી લીધો હતો. દિકરીએ ઘરે આવીને વાત કરતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ એસ.આર. મેઘાણી સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી મુજબ બે મહિના પહેલા સગીરા સોશિયલ મિડીયા સ્‍નેપચેટ પર હતી ત્‍યારે તેને કાર્તિકે ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી હતી અને બાદમાં વાતો કરી ફસાવી હતી. બાદમાં અઢારમીએ તેણીને મેળામાં ફરવાના બહાને બોલાવી પહેલા મેળામાં લઇ ગયો હતો. બાદમાં કારમાં અપહરણ કરી એક ઘરે લઇ જઇ બળાત્‍કાર ગુજાર્યો હતો. બીજી તરફ પરિવારજનો દિકરીને શોધતા હતાં. છેલ્લે તે બાળાને રેસકોર્ષ પાસે ઉતારીને ભાગી ગયો હતો. બાળાએ બાદમાં પરિવારને પોતાની સાથે જે બનયુ તેની જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આરોપીની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવશે

(3:51 PM IST)