News of Thursday, 21st August 2025
ધરાર સંબંધ રાખવા ધમકી આપનાર ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા પ્ર.નગર પોલીસના સકંજામાં: પુછતાછ
ગુજસીટોકના જામીન રદ કરાવવા તજવીજ થશેઃ પીઆઇ વી.આર. વસાવા

જંકશન પ્લોટ હંસરાજનગરમાં રહેતી સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર ઝન્નત મીર ઉર્ફ સમા કમરૂભાઇ ભાયાણી નામની યુવતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પ્ર.નગર પોલીસે ગુજસીટોકમાં અગાઉ સંડોવાઇ ચુકેલા અને હાલ આ ગુનામાં જામીન પર છુટેલા દૂધની ડેરી વિસ્તારના ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં મોડી બપોરે પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા અને ડી. સ્ટાફની ટીમે ઇમ્તિયાઝ ઉર્ફ લાલાને પકડી લઇ પુછતાછ હાથ ધરી છે. પોલીસ તેના ગુજસીટોકના જામીન રદ કરાવવા પણ કાર્યવાહી કરશે. યુવતિએ બે મહિના પહેલા પ્રેમસંબંધ તોડી નાખ્યા હોવા છતાં આરોપી તેને ધરાર સંબંધ રાખવાનું કહી ધમકીઓ આપતો હોવાનો આરોપ મુકાયો હતો.
(3:36 PM IST)










