<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજકોટમાં કાલે મેગા હેલ્મેટ રેલી

સવારે ૯ઃ૩૦ કલાકે પોલીસ હેડક્વાર્ટરથી નીકળશેઃ દરેક નાગરિકો હેલ્મેટ પહેરી રેલીમાં જાડાય તેવો ડીસીપી પૂજા યાદવનો અનુરોધ

રાજકોટ તા. ૨૧ઃ શહેરમાં આવતીકાલે સવારે ૯ઃ૩૦ કલાકે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા હેલ્મેટ રેલીનું આયોજન કરાયું છે. આ રેલી સવારે પોલીસ હેડક્વાર્ટરથી નીકળશે. જે ઍનસીસી ચોક, કિસાનપરા ચોક, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી અન્ડર બ્રીજ, કિસાનપરા, જીલ્લા પંચાયત-અકિલા ચોક, બહુમાળી ભવન થઇ પરત હેડક્વાર્ટર પહોîચશે. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઅો, કર્મચારીઅો રેલીમાં જાડાશે. સાથે નાગરિકો પણ આ રેલીમાં મોટા પ્રમાણમાં હેલ્મેટ સાથે જાડાય તેવું જણાવાયું છે. આગામી ૮મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટનો અમલ થવાનો હોઇ તેના અનુસંધાને આ રેલીનું આયોજન કરાયાનું ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું. (

(3:37 PM IST)