<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

હિરાસર એરપોર્ટ પર ‘હેલ્‍થ લાઉન્‍જ'નો પ્રારંભઃ AI આધારીત શરૂ કરનાર પ્રથમ એરપોર્ટઃ સિનર્જી હોસ્‍પિટલનો સહયોગ

સિસ્‍ટમ-BMI-બ્‍લડપ્રેશર-ઇસીજી-ડાયાબિટીસ-એનિમિયા-કાર્ડિયાડ સહિત ૧૦૦થી વધુ આરોગ્‍ય માપદંડોની તપાસ

રાજકોટ, તા. ર૧: રાજકોટ ઇન્‍ટરનેશનલ હિરાસર એરપોર્ટ પર મુસાફરો માટે એક અનોખી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. અહીં ‘હેલ્‍થ લાઉન્‍જ' નામની અત્‍યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે, જે એરપોટર્સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (AAI) દ્વારા સંચાલિત એરપોર્ટમાં આવી સુવિધા ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્‍યું છે. અમદાવાદ એરપોર્ટ પર પણ એક વર્ષથી આવી જ સુવિધા કાર્યરત છે.

આ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) આધારિત હેલ્‍થ લાઉન્‍જ, સિનર્જી સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના સહયોગથી સ્‍થાપિત કરવામાં આવી છે.

હેલ્‍થ લાઉન્‍જની મુખ્‍ય વિશેષતાઓ

ઓટોમેટેડ EMR સિસ્‍ટમઃ આ લાઉન્‍જમાં એક સુરક્ષિત અને ઉપયોગમાં સરળ ડિજિટલ મેડિકલ રેકોર્ડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ છે.

ત્‍વરિત રિપોર્ટ શેરિંગઃ ડાયગ્નોસ્‍ટિક ટેસ્‍ટના પરિણામો તરત જ ઉપલબ્‍ધ થાય છે.

પ્રમાણિત મેડિકલ ડિવાઇસઃ સચોટ પરિણામો માટે પ્રમાણિત ક્‍લિનિકલ સાધનોથી સજ્જ છે.

૧૦૦ થી વધુ આરોગ્‍ય માપદંડોઃ અહીં BMI, બ્‍લડ પ્રેશર, ECG, ડાયાબિટીસ, એનિમિયા, કાર્ડિયાક, પલ્‍મોનરી ફંક્‍શન અને ચેપી રોગોના સ્‍ક્રીનિંગ સહિત ૧૦૦ થી વધુ આરોગ્‍ય માપદંડોની તપાસ શકય છે.

વિડીયો કન્‍સલ્‍ટેશનઃ મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ નિષ્‍ણાત ડોકટરો સાથે ઓન-ડિમાન્‍ડ વિડીયો કન્‍સલ્‍ટેશન પણ કરી શકે છે.

આ સુવિધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય, ‘સારવાર કરતાં નિવારણ વધુ સારું છે' ના સિદ્ધાંતને અનુસરીને, પ્રવાસ દરમિયાન મુસાફરો માટે નિવારક સ્‍વાસ્‍થ્‍ય સંભાળને સુલભ અને અનુકૂળ બનાવવાનો છે. આનાથી મુસાફરો ફલાઇટની રાહ જોતી વખતે જ તેમના સ્‍વાસ્‍થ્‍યની તપાસ કરાવી શકે છે.

(3:50 PM IST)