News of Friday, 22nd August 2025
રાજકોટમાં સતત ત્રીજા દિવસે ઝાપટાનો દોર
ઘડીક તડકો તો ઘડીક વાદળો છવાઈ જાય છે, ગઈકાલે ઝરમરથી ૧૨.૪ મી.મી. પાણી પડયું

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. અમુક જગ્યાએ તો ૧૦ ઈંચથી પણ વધારે ખાબક્યો છે. જો કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડુ ઘટયું છે. ત્યારે રાજકોટ શહેરમાં હજુ પણ દેધનાધનવાળી સ્થિતી જોવા મળી નથી.
શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી હળવા ભારે ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. એકધારો વરસતો નથી. એમાં પણ ઘડીક તડકો થઈ જાય છે તો ઘડીકમાં વાદળો છવાઈ જાય છે માર્ગો ભીંજવી દયે છે.
બે દિવસ પહેલા શહેરમાં બે ઈંચ જેટલો વરસી ગયો હતો. ગઈકાલે પણ મેઘાવી માહોલ જોવા મળેલ. ૧૨.૪ મી.મી. પાણી પડયું હતું આજે પણ ઝાપટાનો દોર ચાલુ છે.(૪૦.૧૭)
(10:28 AM IST)










