<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ડાયરાની દુનિયાના સુપ્રસિધ્‍ધ તબલાવાદક સ્‍વ. શબ્‍બીર ઉસ્‍તાદને મરણોત્તર સન્‍માન અને શ્રધ્‍ધાંજલી અર્થે કાલે સંતવાણીનો ભકિતભીનો કાર્યક્રમ

ગુજરાતભરના લોકડાયરાના જાણીતા કલાકારો પદ્મશ્રી હેમંત ચૌહાણ, નિરંજન પંડયા, કિર્તીદાન ગઢવી, બિહારીભાઈ ગઢવી, કચ્‍છના શ્‍યામ ગઢવી, લલિતાબેન ઘોડાદ્રા, ફરિદાબેન મીર સહિતના અનેક કલાકારો હાજરી આપી તેમના સૂરસંગાથી દિવંગત શબ્‍બીર ઉસ્‍તાદને સ્‍મરણાંજલી અર્પશે

 

રાજકોટઃ આપણી આધ્‍યાત્‍મિક આરાધનાની ભવ્‍ય વિરાસત ભજન, સંતવાણી અને ડાયરાની દુનિયાના લોકપ્રિય તબલા વાદક શબ્‍બીર ઉસ્‍તાદે આ દુનિયામાંથી વિદાય લીધી છે, તેઓ ગુજરાત-સૌરાષ્ટના લોકગાયકોના સૂરસંગાથી હતાં ભજન સહિતની લોકગાયકીને કર્ણપ્રિય બનાવવામાં તેમનું અનોખું યોગદાન રહ્યું છે. ગુજરાતના વર્તમાન લોકગાયકો, કલા પ્રેમીઓએ સ્‍વ. શબ્‍બીર ઉસ્‍તાદને મરણોત્તર સન્‍માન અને શ્રધ્‍ધાંજલી અર્પવા રાજકોટમાં તા. ૨૩, ઓગષ્ટ શનિવારે રાત્રે ૮ વાગ્‍યાથી શ્રી ક્રિષ્‍ના ગીર ગૌધામ, મવડી-પાળ રોડ, ટીલાળા ચોક, નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકીંગ પાર્ટી પ્‍લોટની સામે, સંતવાણીનો ભવ્‍ય કાર્યક્રમ યોજયો છે. સ્‍મરણાંજલીના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો હાજરી આપીને સંતવાણી-ભજનના માધ્‍યમથી હૃદયભીની શ્રધ્‍ધાંજલી દિવંગત શબ્‍બીર ઉસ્‍તાદને અર્પણ કરશે, આ કાર્યક્રમમાં હાજરી આપનાર ભાવિકોને ભાવવિભોર કરશે.રાજકોટમાં યોજાયેલ આ સંતવાણીના અવિસ્‍મરણીય અને અનોખા કાર્યક્રમમાં રાજકોટ અને આસપાસના વિસ્‍તારના ભાવિકજનોને હાજરી આપવા જાહેર આમંત્રણ અપાયું છે. પાલુભાઈ ગઢવી (ભજનાનંદી), વિજયભાઇ વાંક અને યોગેશભાઈ પ્રજાપતી મો. ૯૮૭૯૩ ૨૮૪૩૨ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે

(3:30 PM IST)