<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

નોંધપાત્ર કામગીરી માટે જાણીતા રાકેશ દેસાઇએ ડીસીપી ઝોન-૨નો ચાર્જ સંભાળ્‍યો

 

રાજકોટ તા. ૨૨: શહેરના ઝોન-૨ના ડીસીપી તરીકે ફરજ બજાવતાં જગદીશ બાંગરવાની ડીસીપી ક્રાઇમ તરીકે નિમણુંક થતાં તેમની ખાલી પડેલી જગ્‍યા પર આઇબીમાંથી બદલી સાથે રાજકોટ હાજર થયેલા ડીસીબી રાકેશ દેસાઇએ ચાર્જ સંભાળ્‍યો છે. રાજકોટ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ મુળ પાલનપુરના વતની છે અને કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયર અને એમબીએ સુધીનો ઉચ્‍ચ અભ્‍યાસ ગાંધીનગર ખાતે કર્યા બાદ ૨૦૧૧માં ડીવાયએસપી તરીકે પોલીસ બેડામાં કારકિર્દી શરૂ કરી છે.

ડીસીપી રાકેશ દેસાઈએ ગોંડલ અને ભચાઉ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી હતી. આઈપીએસ અધિકારી તરીકેની બઢતી સાથે આઈબીમાં એસપી તરીકે ગાંધીનગર ફરજ બજાવી હવે રાજકોટ ઝોન-૨ ડીસીપી તરીકે પોસ્‍ટીંગ મળ્‍યું છે. ડીસીપી રાકેશ દેસાઈ ડીજીપી ડીસ્‍ક એવોર્ડથી પણ સન્‍માનિત થઇ ચુક્‍યા છે. આ ઉપરાંત  ગન શૂટીંગમાં રાષ્‍ટ્રીય લેવલમાં તેમણે ખુબ સારી નામના સાથે ટોપ સ્‍થાન મેળવી પુરષ્‍કૃત થઇ ચુક્‍યા છે. તેમણે ડીસીપી ઝોન-૨નો ચાર્જ સંભાળી લીધો છે.

(4:03 PM IST)