News of Saturday, 23rd August 2025
આજે સર્વપિત્રી અમાસ : પિતૃઓને તર્પણ કરી ધન્ય બનતા ભાવિકજનો મંદિરોના ચોગાનોમાં મેળાવી માહોલ

રાજકોટ : આજે સર્વપિત્રી અમાસ સાથે પવિત્ર શ્રાવણ માસ વિદાય લેશે. આજના દિવસે શિવજીની ભક્તિની સાથો-સાથ પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સર્વપિત્રી અમાસ નિમિતે પીપળે પાણી પાઇને પિતૃતર્પણ વિધી કરી રહ્યા છે. પીપળો, વડલો, તુલસીજી, ધ્રોખડ સહીતના વૃક્ષો હોય તેવા મંદિરોમાં પાણી રેડી પિતૃ દેવોને તૃપ્ત કરવા આજે વહેલી સવારથી જ કતારો લાગી હતી. સાથો સાથ પિતૃઓના મોક્ષ અને આત્મશાંતિ અર્થે આજે દાન પૂણ્યનો મહીમા પણ ઉજાગર થયો હતો. યથા શક્તિ દાન-દક્ષિણા સીધુસામાન અર્પણ કરાયો હતો. અમાસ નિમિતે જુનાગઢના દામોદરકુંડ, પ્રાચી પ્રભાસ પાટણ સહિત અનેક સ્થળોએ આજે મેળાવી માહોલ જામ્યો હતો. રાજકોટમાં સુપ્રસિધ્ધ સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરે પણ પિતૃ તર્પણવિધિ કરવા લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:23 PM IST)










