<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

આવો, હસીને હળવા થઇઍ... રાત્રે હાસ્યનો ઍન્જાયગ્રાફી પ્રિમીયર શો

હાસ્‍યના ત્રણ ડોકટરો ગુણવંત ચૂડાસમા, મિલન ત્રિવેદી અને તરૂણ કાટબામણા હાસ્‍યરસની જમાવટ કરશેઃ શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા આજે રાત્રે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે! ‘એન્‍જોયગ્રાફી' નામનો હાસ્‍ય અને સંવેદનાસભર શોઃ સાંઇરામ દવે

રાજકોટઃ શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા આજે રાત્રે યોજાનારો હાસ્‍યનો એન્‍જોયગ્રાફી હાઉસફૂલ શો સાંઇરામ દવે દ્વારા હાસ્‍યની બીજી પેઢીના નવિનતમ પ્રયાસને બિરદાવવા પ્રિમીયર શો યોજાનાર છે.

સ્‍ટ્રેસમાં જીવતા લોકોને હળવા કૂલ રાખવા એક સંવેદનશીલ પ્રયોગ એન્‍જોયગ્રાફી આજે રાજકોટ ખાતે યોજાશે. સાંઇરામ દવેનું શ્રી સાંઇલક્ષ્મી કાઉન્‍ડેશન હંમેશાથી શિક્ષણ અને સંગીતને લઈને કંઈક નવિનતમ પ્રયોગો રાજકોટની કલાપ્રેમી જનતા માટે કરતા આવ્‍યા છે, જે પૈકી આજે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે હાસ્‍યકલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને તરુણ કાટબામણા દ્વારા હાસ્‍ય અને સંવેદનાસભર એક ખાસ કાર્યક્રમ યોજાશે.

એન્‍જોયગ્રાફી એક નવિનતમ પ્રયોગ છે. પારિવારિક હાસ્‍ય અને સાહિત્‍ય સાથેનો જે સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે તે પહેલા રાજકોટમાં ખાસ તેનો પ્રીમીયર શો યોજવામાં આવશે. સામાન્‍ય રીતે એક જ વ્‍યવસાયમાં રહેતા લોકો પોતાને એક બીજાના પ્રતિસ્‍પર્ધી ગણતા હોય છે ત્‍યારે હાસ્‍યકલાકાર સાંઈરામ દવે દ્વારા હાસ્‍યની બીજી પેઢી સમાન આ ત્રણેય કલાકારોના આ નવિનતમ પ્રયોગને બિરદાવવા માટે એક ખાસ પ્રિમીયર શોની હાકલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમની જાહેરાત કરતાની સાથે જ ૪૮ કલાકમાં આ સમગ્ર કાર્યક્રમ હાઉસફૂલ થઈ ગયો છે, શ્રી સાઈલક્ષ્મી કાઉન્‍ડેશન આ પહેલા બાલગીત, હાલરડા, છંદોત્‍સવ, ક કેળવણીનો ક, ભાષાનું ભાવિ, ધ લો ઓફ પેરેન્‍ટીંગ, જેવા અનેક વિષયો પર નિશુલ્‍ક વિશિષ્ટ કાર્યક્રમો આપી ચુક્‍યું છે. આજના આ કાર્યક્રમમાં જેમને રજીસ્‍ટ્રેશન થઈ ગયા બાદ ડીજીટલ પાસ મળ્‍યો હશે તેમને જ એન્‍ટ્રી મળી શકશે જેની ખાસ નોંધ લેવી. ડીજીટલ પાસ એન્‍ટ્રી ગેટ પર બતાવ્‍યા બાદ જ કાર્યક્રમમાં એન્‍ટ્રી મળશે. તેમ જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી સાંઇરામ દવે, ગુણવંત ચૂડાસમા, મિલન ત્રિવેદી અને તરૂણ કાટબામણા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:16 PM IST)