<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

હાઇકોર્ટ બેન્‍ચ અંગે ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્‍ય, સાંસદ સભ્‍યો સાથે વકિલોની મીટીંગ યોજાઇઃ મોટી સંખ્‍યામાં વકિલોની ઉપસ્‍થિતિ

રાજકોટ તા.૨૩: રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્‍ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્‍થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્‍યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્‍નો થઈ રહ્યા છે. ત્‍યારે હાઇકોર્ટ બેંચ માટે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા હાઇકોર્ટની બેન્‍ચની માંગણી સંદર્ભે  ભાજપ કાર્યાલય ખાતે રાજકોટના સાંસદો, ધારાસભ્‍યો અને વકીલોની અલગ અલગ સંસ્‍થાઓ સાથે જોડાયેલા વકીલ પ્રતિનિધિઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

સૌરાષ્‍ટ્રના પાટનગર ગણાતા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા છેલ્લાં ઘણા સમયથી વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે તેમ છતાં સફળતા ન મળી હોય તેમ અત્‍યાર સુધીમાં હાઇકોર્ટની બેંચ મળી નથી ત્‍યારે વકીલોએ હાઇકોર્ટની બેંચ માટે લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટના વકીલો દ્વારા કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં ૧૧૧ શ્રીફળ વધેરી રાજકોટમાં હાઇકોર્ટની બેંચ લાવવા કાનૂની લડતના મંડાણ માંડ્‍યા હતા. એટલું જ નહીં પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છના વકીલ મંડળો અને જુદી જુદી સંસ્‍થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોને સાથે લઈને હાઇકોર્ટની બેંચ માટે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત અંગે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા શીતલ પાર્ક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરે ૧૧.૩૦ કલાકે રાજકોટ હાઈકોર્ટ બેન્‍ચ એક્‍શન કમિટીના વકીલો,   અલગ અલગ વકીલ સંસ્‍થાઓ સાથે જોડાયેલા વકીલો, રાજકોટના સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો અને પ્રજા પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતુ  આ મીટીંગમા સંસદ સભ્‍ય રમેશભાઇ ટીલારા, રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તથા એડવોકેટ અનિલ દેસાઈ, અર્જુન પટેલ, પિયુષ શાહ, દિલેશ શાહ વિગેરે વકિલો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:24 PM IST)