તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 23rd August 2025
મનપામાં સ્પે.સીટી ઇજનેરોની બેજગ્યા માટે મંગળવારે ઇન્ટરવ્યુ
હાલ ઇન્ચાર્જની ગાડુ ગબડાવાઇ છેઃ સ્ટે ઇજનેરની ૭ જગ્યા સામે ૧ જ કાયમી અધિકારી ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ લાયકાત ધરાવનાર ૩૨ ઉમેદવારોને બોલાવાયા

રાજકોટ, તા.૨૩: મ્યુ.કોર્પોરેશનમાં ત્રણઝોનમાં હાલ સીટી ઇજનેર તરીકે ઇન્ચાર્જ અધિકારીઓ ગાડુ ગબડાવી રહયા છે ત્યારે તાજેતરમાં બહાર પડેલી સિટી ઇજનેરોની વિવિધ ૬ જગ્યા માટે લાયકાત ધરાવનાર પાસેથી અરજી મંગાવવામાં આવતા ૩૫૨ પદ જેટલા ઉમેદવારોએ રસ દાખવ્યો છે. જેના ડોકયુમેન્ટનું વેરીફીકેશન તાજેતરમાં કરવામાં આવ્યુ હતા. ડોકયુમેન્ટ વેરીફિકેશનબાદ સ્પેશિયલ સિટી ઇજનેરોના ૩૨ ઉમેદવારોનું મંગળવારે ઇન્ટરવ્યું લેવામાં આવશે. આ પ્રક્રિયાબાદ ઓફિસસર સિલેકશન પદાધિકારીઓ ઇન્ટરવ્યુ લીધા બાદ યોગય પસંદગી થશે.
મહાનગરપાલિકામાં હાલ એક સિટી ઇજનેરની કાયમી પોસ્ટ કાર્યરત છે. બાકી તમામ જગ્યાઓ ઘણા સમયથી ખાલી હોય તંત્રએ છ જગ્યા ભરવા માટે ભરતી કાર્યવાહી આગળ વધારી છે. જેમાં એડીશનલ સિટી ઇજનેર-૨, સિટી ઇજનેર સ્પેશીયલ-૨, એડિશનલ સિટી ઇજનેર (મીકે./ઇલે.)-૧, અને કાર્યપાલ ઇજનેર-૧ સહિત કુલ છ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવામાં આવતા
૬ જગ્યા માટે ૩૫૬ ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાં તંત્ર દ્વારા ડોકયુમેન્ટ અકાસણી કર્યા બાદ, સ્પે. સિટી ઇજનેરોની જગ્યા માટે ૩૨ ઉમેદવારોના મંગળવારના
રોજ ઇન્યરવ્યૂં યોજશે.
મનપામાં સેન્ટ્રોલ ઝોન ખાતે ફકત એક કાયમી સિટી ઇજનેર ફરજ બજાવી રહ્યા છે. થોડા સમયમાં અનેક સિટી ઇજનેર નિવળત થઇ ગયા અથવા રાજીનામા આપી દેતા કુલ ૭નુ સેટઅપ હતું તેની જગ્યાએ ફકત એક જગ્યા કાર્યરત હોય ખાલી પડેલ એડિશનલ સિટી ઇજનેર તથા સિટી સ્પે. અને એડિશનલ સિટી ઇજનેર મીકે./ઇલે. અને કાર્યપાલ ઇજનેરની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા તેમજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ ઉતીર્ણ ઉમેદવારને પોસ્ટીંગ આપવામાં આવશે.
(4:09 PM IST)










