<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

બુધવારથી ‘જીવનનગર કા વિઘ્‍નહર્તા મહોત્‍સવ'નો પ્રારંભ : કોઇને ખલેલ ન પહોંચે તેવું પ્રેરક આયોજન

ઢોલ-નગારા, ફટાકડા, ઘોંઘાટ ઉપર પ્રતિબંધ : પ્રસાદમાં પણ દાબેલી, પાંઉભાજી, જેવા દેખાડાની મનાઇ : આરોગ્‍યપ્રદ પ્રસાદ ધરાવાશે અને વધેલો પ્રસાદ જરૂરતમંદોમાં વિતરણ કરાશે : દરરોજ સવાર-સાંજ પ્રાર્થના, સ્‍તુતિ, દિપમાલા, મહાઆરતી થશે : વિસર્જન યાત્રા પણ યોજવામાં આવતી નથી : વર્ષો વર્ષ એક જ મૂર્તિનું પૂજન

રાજકોટ તા. ૨૫ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી, જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગળત નાગરિક મંડળ, મહિલા સત્‍સંગ મંડળના સંયુકત ઉપકમે ગણપતિ મહોત્‍સવ તા. ૨૭ મી ઓગષ્‍ટથી તા. ૦૬ સપ્‍ટેમ્‍બર સુધી ગણનાથની ભક્‍તિ કરવા  ગણેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

દરરોજ સવાર-સાંજ મહાઆરતી, પૂજન, અર્ચન, સ્‍તુતિ, પાઠ, દિપમાલા સહિત ધાર્મિક કાર્યકમોનું આયોજન જીવનનગર શેરી નં. ૪, અનિલ જ્ઞાન મંદિર સ્‍કૂલની પાછળ, મહાદેવધામ ખાતે કરાયુ છે.

મંદિરના સહવ્‍યવસ્‍થાપક સુનિતાબેન વ્‍યાસ અને વિનોદરાય જે. ભટ્ટએ જણાવ્‍યા મુજબ આ વર્ષે બુધવાર તા. ૨૭ મી એ ગણપતિનું સ્‍થાપન કરવામાં આવશે. ભગવાનનું સામૈયું કરી સ્‍થાપન પૂજા-વિધિ યજ્ઞ કરવામાં આવશે. મહોત્‍સવ દરમ્‍યાન કોઈપણ પ્રકારની અડચણ, કોલાહલ, મુશ્‍કેલી ન પડે તેનું વિશેષ ધ્‍યાન રાખવામાં આવે છે. સ્‍થાપન-વિસર્જન વખતે ઢોલ-નગારા, ડીજે, ફટાકડા, અબીલગુલાલ, કંકુ, માઈક કે ઘોંઘાટ કરવામાં આવતો નથી. માર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવતી નથી. દરરોજ વધેલો પ્રસાદ રાત્રે જ જરૂરીયાતમંદોને આપવામાં આવે છે.

પ્રસાદમાં દાબેલી બ્રેડ, ભેળ, પાઉભાજી વગેરે ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે. પ્રસાદ માટે ભીડ થાય તેવો દેખાડો કરવામાં આવતો નથી.

વધુમાં વિનોદરાય ભટ્ટએ જણાવ્‍યું કે ભાદરવા સુદ ચોથથી ચૌદશ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્‍યા છે. ગણપતિની સાધના કાયિક, વાચિક, માનસિક તથા આર્થિક ગણપતિને રકત વષા, રકત ફૂલ, રકત ચંદન, દુર્વા અને મોદક લાડુ ચડાવવા શ્રદ્ધાળુ પોતાની શકિત મુજબ ભાગ લઈ શકે છે. સંકટનાશક ૧૪૪ વખત પાઠનું આયોજન છે. ૧૦૮ નાના પ્રતિક લાડુ રાખી તેના પ્રતિકરૂપે હોમ કરાશે.

ગણપતિના ષોડશ નામના જાપ ભકતો કરી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરરોજ સવારે ૭ કલાકેઅને સાંજે ૭ કલાકે મહાઆરતી-પ્રસાદનું આયોજન થશે. કોઈપણ શ્રદ્ધાળુ જાતે વ્‍યક્‍તિગત પૂજા, આરતી, પાઠમાં ભાગ લઈ શકે છે.

સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટે જણાવ્‍યું કે મંદિર કે આસપાસ પ્રદુષણ ન થાય, સ્‍વચ્‍છતા જળવાય રહે તેની કાળજી લેવામાં આવે છે.

ગણપતિ મહોત્‍સવમાં વોર્ડ નં.૧૦ ના નગરસેવકો નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, ડો. રાજેશ્રી ડોડીયા, જયોત્‍સનાબેન ટીલાળા, શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, રત્‍નદીપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી અને વિજયભાઈ પાડલીયા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, વિનુભાઈ ભટ્ટ સહિત વોર્ડના હોદ્દેદારો, આગેવાનો-પદાધિકારીઓ વિશેષ હાજરી આપશે.

જીવનનગર સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ ઉત્‍સવની તૈયારી કરી રહેલ છે. રાજયના મંત્રીઓ અને ભાજપના પદાધિકારીઓને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્‍યા છે. સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શહેર પ્રમુખ ડો. માધવ દવે હાજરી આપશે.

સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડો. તેજસ ચોકસી, મંત્રી વિનોદરાય ઉપાધ્‍યાય, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, રાજુ મોડેસરા, અંકલેશ ગોહિલ, હસુભાઈ મોડેસરા, હસમુખભાઈ ગોહેલ, મહિલા સમિતિના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન રાવલ, સુનિતાબેન વ્‍યાસ, અલ્‍કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, વકીલ હર્યાબેન પંડયા, વાસંતીબેન ત્રિવેદી, દિપ્તીબેન પટેલ, જયશ્રીબેન મોડેસરા, ભારતીબેન ગંગદેવ, પુજાબેન તન્ના, ગીતાબેન મકવાણા, કુસુમબેન પીઠડીયા, શીતલબેન સોલંકી, દિવ્‍યાબેન રાવલ, ઉષાબેન પટેલ, વિધિબેન દવે, શોભનાબેન ડાભી, કાશ્‍મીરાબેન દવે, ભકિતબેન ખખ્‍ખર, જુલીબેન ભાણવડિયા, ગીતાબેન ભટ્ટ, દિપ્તીબેન જોશી, ક્રિષ્‍નાબા ગોહિલ, જયોતિબેન દવે, કવિતાબેન દોશી, સંગીતાબેન બાબરીયા, કિતીઁબેન ધામેચા, રશ્‍મિબેન હિંડોચા, મનિષાબેન જોશી, પૂનમબેન, ભાવનાબેન, બીનાબેન, વંદનાબેન, અલ્‍પાબેન, ઝરણાબેન, શિવાનીબેન, સ્‍વીટીબેન, પારૂલબેન, સરોજબેન, હિનાબેન, સત્‍સંગ મંડળના બહેનો મહોત્‍સવ સફળતા માટે કામગીરી કરી રહ્યા છે. તેમ અંતમાં સુનિતાબેન વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

(3:49 PM IST)