<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

બુધવારથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભઃ સ્‍થાપન માટે દાદાની મોહક મુર્તિઓ તૈયાર

 

રાજકોટ : આગામી તા. ૨૭ ના બુધવારથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થઇ રહ્યો હોય ગણેશજીના ભકતોમાં અનેરો ઉમંગ વર્તાઇ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે ગણેશજીની મુર્તિનું સ્‍થાપન થશે. દસ-અગીયાર દિવસ સુધી દાદાના ગુણલા ગવાશે. ઘરે ઘરે પણ વિઘ્‍નહર્તાદેવનું સ્‍થાપન  પુજન કરાશે. ગણેશ મહોત્‍સવને ધ્‍યાનમાં લઇને મુર્તિ કારીગરો દ્વારા નયનરમ્‍ય મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. સિંહાસન ઉપર, રથ ઉપર, મુષક ઉપર ગણપતિજી બિરાજમાન હોય તેવી મોહક મુર્તિઓ બજારમાં આવી છે. તો વળી સાફા, મોતીના હાર સહીતના આર્ટીકલોનો શણગાર પણ આ મૂર્તિઓને થઇ રહ્યો છે. છેલ્લો કેટલાક વર્ષોથી ઇકોફ્રેન્‍ડલી માટીની મુર્તિઓ બનાવવાનું ચલણ વધ્‍યુ છે તે આવકાર્ય દાયક છે. રાજકોટના એક વેપારી કરણ વાડોલીયા અને નિરવ ચૌહાણ દ્વારા મૂર્તિ ખરીદનારને જાસુદ, પારિજાત, એલોવેરા, મની પ્‍લાન્‍ટ સહીતના છોડ ભેટરૂપે આપવાની નવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ વ્‍યવસ્‍થાનો હેતુ પર્યાવરણ બચાવવાનો છે. વળી આ માટીની મુર્તિમાં પહેલેથી જ ફુલ છોડના બીજ રાખવામાં આવેલ હોય છે. જેથી મૂર્તી વિસર્જન સમયે માટી કુંડામાં રાખી દેવાથી છોડ ઉગી નીકળે છે. બુધવારથી શરૂ થઇ રહેલ ગણેશ ઉત્‍સવને લઇને કલાકારી વર્ગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. બજારમાં નાના મોટા કદની ગ્રાહકોની ડીમાન્‍ડ આધારીત ગણપતિ દાદાની મુર્તિઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે. તસ્‍વીરમાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ગણપતિ દાદાની સુશોભિત મુર્તિઓ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:59 PM IST)